VIDEO: તમિલનાડુના તિરુપરંકુન્દ્રમ મુરુગન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા
તમિલનાડુના તિરુપરંકુન્દ્રમ મુરુગન મંદિરમાં


તમિલનાડુના તિરુપરંકુન્દ્રમ મુરુગન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે ભગવાન સુબ્રમણ્ય સ્વામી અને દેવી દેવનાઈના આશીર્વાદ મેળવવા માટે હજારો ભક્તો તિરુપરંકુન્દ્રમ મુરુગન મંદિરમાં એકઠા થયા હતા. મંદિરના વાર્ષિક 'પંગુની ઉત્સવ' ના ભાગ રૂપે આયોજિત શોભાયાત્રા દરમિયાન દેવતાઓને એક ભવ્ય રથ પર બેસાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભક્તો ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ મંદિરમાં એકત્રિત થયા હતા.


