મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: તમિલનાડુ સંગ્રામ 2026! અન્નામલાઈની સ્પષ્ટતા અને AIADMK સાથેના સમીકરણો, 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે27 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ પછી પ્રદેશના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈએ સ્પષ્ટતા કરી છે કે તેમને ટિકિટ નકારવામાં આવી નથી, પરંતુ તેમણે જાતે ચૂંટણી ન લડવાનું નિર્ણય લીધો છે. 

 ચેન્નાઈ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં અન્નામલાઈએ જણાવ્યું કે મેં કોર કમિટીને લેખિતમાં જાણ કરી દીધી હતી કે હું કોઈપણ બેઠક પરથી ચૂંટણી નહીં લડું. તેથી ટિકિટ ન મળી એવું નથી, મે પોતે જ ચૂંટણી ન લડવાનું પસંદ કર્યું છે. તેમણે પાર્ટી હાઈકમાન્ડનો આભાર માન્યો અને NDA ઉમેદવારો માટે પ્રચાર કરવાની તક આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી.

આ સ્પષ્ટતા એવી અટકળો વચ્ચે આવી છે કે AIADMK સાથેની નિક્ટતાની અટકળના કારણે અન્નામલાઈને ટિકિટ મળી નથી. અન્નામલાઈએ 2021માં ભાજપના રાજ્ય પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી અને પાર્ટીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ભાજપે AIADMKના નેતૃત્વ હેઠળના NDAમાં 27 બેઠકો મેળવી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 23મી એપ્રિલે એક તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. 

આ સમાચાર શેર કરો