VIDEO : યઝાલીમાં વાદળ ફાટતા વિનાશક પૂરઃ જનજીવન અસ્તવ્યસ્ત
અરુણાચલ પ્રદેશના કેઈ પન્યોર જિલ્લાના યઝાલી ખાતે આવેલા નીપકો કોલોની વિસ્તારમાં વાદળ


અરુણાચલ પ્રદેશના કેઈ પન્યોર જિલ્લાના યઝાલી ખાતે આવેલા નીપકો કોલોની વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. અચાનક આવેલા આ પૂરના પાણી અને કાટમાળને કારણે મોટા પાયે તબાહી જોવા મળી છે. અનેક ઘરોને નુકસાન થયું છે અને સ્થાનિક રહીશોની આજીવિકા પર ગંભીર અસર પડી છે. પૂરના પ્રકોપને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોના સ્થળાંતર માટેના પ્રયાસો ચાલુ છે. કુદરતી આ આફતે આ વિસ્તારના સામાન્ય જનજીવનને ભારે મુશ્કેલીમાં મૂકી દીધું છે. પરિસ્થિતિ હજુ પણ ગંભીર હોવાથી લોકોને સુરક્ષિત સ્થાનો પર રહેવાની સૂચના આપવામાં આવી છે. નુકસાનનો ચોક્કસ અંદાજ સર્વેક્ષણ બાદ જાણી શકાશે.




