મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : એક્સપ્રેસ-વે પર બસ અને ટ્રક વચ્ચે ટક્કર

ફિરોઝાબાદમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ &nbs

ફિરોઝાબાદમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ  એક ખાનગી ડબલ ડેકર બસ આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ ભીષણ ટક્કરને પગલે બસમાં સવાર અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરીને એક્સપ્રેસ-વે પર ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી રહી છે. અકસ્માતનું સચોટ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં તમામ ઘાયલોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો