Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Attack on TMC MP Abhishek Banerjee

VIDEO: TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળના સોનારપુરના કમરાબાદ વિસ્તારમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલાની ઘટના સામે આવી છે. તેઓ ચૂંટણી બાદની હિંસાના પીડિતોના પરિવારને મળવા અને પાર્ટીના મૃત કાર્યકરના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન પહેલેથી જ હાજર પ્રદર્શનકારીઓએ ભારે વિરોધ શરૂ કર્યો હતો. આરોપ છે કે તેમના પર કાચા ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વિકાસના અભાવ અને મૂળભૂત સુવિધાઓને લઈને લાંબા સમયથી અસંતોષ હતો. આ મુદ્દાઓને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને નારેબાજી પણ કરવામાં આવી. પરિસ્થિતિ બગડતાં સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કેટલાક સ્થળોએ ભાજપ કાર્યકર્તાઓએ ‘ચોર-ચોર’ના નારા લગાવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.  હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

App Store

 

 

 

ટોપિક્સ:abhishek banerjeeattacktmc