મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પીએમ મોદીને મળ્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રીએ અગ્નિવીર અંગે આપ્યું મોટું નિવેદન

PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી ન

VIDEO: પીએમ મોદીને મળ્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રીએ અગ્નિવીર અંગે આપ્યું મોટું નિવેદન

PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, "અગ્નિવીર યોજના અંગે, અમે તેમને વિવિધ વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનોમાં  10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. અમે વયમાં છૂટછાટ પણ આપી છે. વડાપ્રધાને આ વિશે સંપૂર્ણ માહિતી પણ લીધી છે આનાથી આપણા અગ્નિવીર જવાનોને ફાયદો થશે."

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા હરિયાણા સરકારે અગ્નિવીર માટે મોટી જાહેરાત કરી હતી. હરિયાણાના CM નાયબસિંહ સૈનીએ અગ્નિવીર માટે સરકારી નોકરીઓમાં વય છૂટછાટની જાહેરાત સાથે, ગ્રુપ બી અને સી પોસ્ટ્સ પર અનામત આપવાની વાત પણ કરી હતી. તેમજ જો ઔદ્યોગિક એકમ અગ્નિવીરને 30 હજાર રૂપિયાથી વધુ પગાર આપશે  તો તેમને 60 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે તેવી પણ જાહેરાત નાયબસિંહ સૈની દ્વારા કરવામાં આવી હતી. 

અગ્નિવીરોને 10 ટકા અનામત અપાશે

સીએમ નાયબ સિંહે કહ્યું, અમારી સરકાર અગ્નિવીરોને 10 ટકા અનામત આપશે. અગ્નિવીર પીએમ મોદીની જન કલ્યાણ યોજના છે. ગૃપ B અને ગૃપ Cમાં પણ અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે. તે ઉપરાંત ઇજાગ્રસ્ત થયેલા અગ્નિવીર જવાનોને હરિયાણા સરકાર સારવાર માટે નાણાં આપશે. પીડિતના મૃત્યુ પછી પરિવારના સભ્યોને વળતર પણ સરકાર દ્વારા મળશે. આ માટે દરેક જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. તેની સાથે સાથે સરકાર અગ્નિવીરને શસ્ત્ર લાયસન્સની સુવિધા પણ આપશે અને પોલીસ તથા માઈનિંગ ગાર્ડની ભરતીની શ્રેણીમાં 10 ટકા અનામત આપશે.

વધુમાં સીએમ નાયબસિંહ સૈનીએ જણાવ્યુ હતું કે, અમે આ અગ્નિવીરોને ગૃપ B અને Cમાં સરકારી પોસ્ટ માટે નિર્ધારિત મહત્તમ વયમાં 3 વર્ષની છૂટ આપીશું. હરિયાણામાં અગ્નિવીરની પ્રથમ બેચના કિસ્સામાં, આ વયમાં છૂટછાટ પાંચ વર્ષની રહેશે. સરકારે અગ્નિવીરોને ગ્રૂપ Cમાં સિવિલ પોસ્ટ્સ પર સીધી ભરતીમાં 5% અને ગ્રુપ Bમાં 1%  રિઝર્વેશન પ્રદાન કરવાની વાત કરી હતી.

આ સમાચાર શેર કરો