મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 1995થી ફરાર આરોપી આખરે ઝડપાયો

પાટણ પોલીસના પેરોલ-ફર્લો સ્ક્વોડને ‘ઓપરેશન કરવાસ-2’ અંતર્ગત 31 વર્ષ જૂના ફરાર આરોપીને ઝડપી પ

પાટણ પોલીસના પેરોલ-ફર્લો સ્ક્વોડને ‘ઓપરેશન કરવાસ-2’ અંતર્ગત 31 વર્ષ જૂના ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. કાકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1992ના હત્યાના ગુનામાં આરોપી કાંતિજી અનારજી ઠાકોર અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી 18 મે, 1995ના રોજ 15 દિવસની ફર્લો રજા પર બહાર આવ્યો હતો, પરંતુ બાદમાં પરત ફર્યો નહોતો અને ફરાર થઈ ગયો હતો. લાંબા સમયથી પોલીસથી બચતો આરોપી ભરૂચ નજીકના એક ગામમાં નામ બદલીને રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો