VIDEO : યુવાનનો ઉમદા સંદેશ: નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત હજારો કિલોમીટરની યાત્રાનો સંકલ્પ.
કેરળના પાલક્કાડ જિલ્લામાં નશામુક

કેરળના પાલક્કાડ જિલ્લામાં નશામુક્તિ જાગૃતિ માટે એક અનોખું અભિયાન શરૂ થયું છે. અહીં એક યુવકે નશાના વિરોધમાં સંદેશ આપતા પલક્કાડથી કાશ્મીર સુધી પાછળ દોડવાની અનોખી યાત્રા શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં ડ્રગ્સના ખતરાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. યુવક રોજ અનેક કિલોમીટર પાછળ દોડીને લોકોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપી રહ્યો છે. તેની આ અનોખી યાત્રાને જોવા માટે રસ્તામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે અને મોબાઇલમાં વિડીયો પણ બનાવી રહ્યા છે. ઘણા લોકો તેને પ્રોત્સાહન આપી રહ્યા છે જ્યારે કેટલાક તેને અદભુત અને ચોંકાવનારું અભિયાન ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ દૃશ્યો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અભિયાન દરમિયાન તે વિવિધ શહેરો અને ગામોમાંથી પસાર થશે અને અંતે કાશ્મીર પહોંચવાનો લક્ષ્ય રાખ્યો છે. સ્થાનિક પ્રશાસન પણ તેની સુરક્ષા માટે નજર રાખી રહ્યું છે. નશામુક્તિનો સંદેશ આપતું આ અભિયાન હાલ ચર્ચામાં છે યુવાનોમાં જાગૃતિ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આજે ખૂબ




