ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી, AIIMSમાં દાખલ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સમાં

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 73 વર્ષીય ધનખરને મોદી રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ધનખરને એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રએ જણાવ્યું હતું કે તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ડોક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.




