ઉત્તરાખંડના નૈનીતાલમાં ભયાનક માર્ગ અકસ્માત, 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી કાર: 8 લોકોના મોત ત્રણ ઘાયલ
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ વિકાસખંડના ઉંચકોટ વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટન

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ વિકાસખંડના ઉંચકોટ વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં કુલ 8 લોકોના મોત થયા છે. બેતાલઘાટ બ્લોકના ઉંચકોટના મલ્લગાંવમાં મોડી રાત્રે 11 લોકોને ટનકપુર લઈ જતી કારે અચાનક કાબૂ ગુમાવ્યો અને 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
મૃતકોના નામ
- વિશરામ ચૌધરી (50)
- ધીરજ (45)
- અંતરામ ચૌધરી (40)
- વિનોદ ચૌધરી (38)
- ઉદય રામ ચૌધરી (55)
- તિલક ચૌધરી (45)
- ગોપાલ બસનિયાત (60)
- રાજેન્દ્ર કુમાર નિવાસી બેતાલઘાટ, નૈનીતાલ
ઘાયલોના નામ
- શાંતિ ચૌધરી
- છોટુ ચૌધરી
- પ્રેમ બહાદુર જિલ્લો કટિહાર
માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સરકારી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જો કે અંધારાના કારણે રેસ્ક્યુમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ તમામ મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.




