મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'આદિવાસી એટલે દેશના પ્રથમ માલિક', વનવાસી કહી તમારો ઈતિહાસ નષ્ટ કરવા માગે છે ભાજપઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક કાર્યક્રમ 'સંવિધાન

'આદિવાસી એટલે દેશના પ્રથમ માલિક', વનવાસી કહી તમારો ઈતિહાસ નષ્ટ કરવા માગે છે ભાજપઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક કાર્યક્રમ 'સંવિધાન સન્માન સંમેલન' માટે ઝારખંડના રાંચી પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક મુદ્દે ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું, 'જ્યારે ભાજપના લોકો આદિવાસીઓને વનવાસી કહે છે, ત્યારે તેઓ તમારા ઈતિહાસ, તમારી જીવનશૈલીને ખત્મ કરવાનો પ્રયાસ કરે છે. આદિવાસી એટલે દેશના પ્રથમ માલિક, આદિવાસી માત્ર એક શબ્દ નથી, પરંતુ તમારો સમગ્ર ઇતિહાસ છે.
 
રાહુલ ગાંધીએ કહ્યું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિ આદિવાસી હોવાના કારણે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ, સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્સ વિભાગ જેવી મહત્વની સંસ્થાઓને કબજે કરી લીધી છે. તેમણે બંધારણ પરના હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી અને તેના રક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો.

અનામતની 50% મર્યાદા દૂર કરવામાં આવશે

રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસ સરકાર આવશે ત્યારે અનામતની 50 ટકાની મર્યાદા હટાવી દેવામાં આવશે. તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીને સમાજનો એક્સ-રે ગણાવતા જરૂરી બતાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેનો વિરોધ કર્યો છે.

આદિવાસીઓના વારસા અને ઇતિહાસને નષ્ટ કરવાનો આરોપ

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપ સરકારે આદિવાસીઓની વિરાસત, ઈતિહાસ, પરંપરા અને મેડિકલ સિસ્ટમને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં આદિવાસી, ખેડૂત અને ઓબીસી સમુદાયનો ઈતિહાસ નાશ પામ્યો છે.

સરકારી નોકરીઓમાં ઓબીસી, દલિત અને આદિવાસી પ્રતિનિધિત્વના અભાવ પર પ્રકાશ પાડતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે ટોચના 90 આઈએએસ અધિકારીઓમાંથી માત્ર 3 ઓબીસી છે અને નાણા મંત્રાલયમાં કોઈ દલિત અથવા આદિવાસી પ્રતિનિધિ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભલે ભાજપ પાસે ભંડોળ અને સંસાધનો પર નિયંત્રણ હોય, પરંતુ કોંગ્રેસ પાસે ઈમાનદારી છે. આ ભાષણ દરમિયાન તેમણે આદિવાસી, દલિત અને ઓબીસી સમુદાયોના અધિકારો સુનિશ્ચિત કરવા માટે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ સમાચાર શેર કરો