મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મેનહોલમાં પડતાં યુવકનું કરુણ મોત

મુંબઈમાં ભારે વરસાદની વચ્ચે એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે, જેમાં ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક વ્યક

મુંબઈમાં ભારે વરસાદની વચ્ચે એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે, જેમાં ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરમાં પડી રહેલા મુસળધાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા જેના લીધે રસ્તા પર આવેલું આ મેનહોલ દેખાતું ન હતું. ચાલતો જઈ રહેલો આ વ્યક્તિ અચાનક સંતુલન ગુમાવી બેઠો અને પાણીથી ભરેલા ઊંડી ગટરમાં ખાબક્યો હતો.સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને તેને બહાર કાઢ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર શેર કરો