Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : People have got a big relief from the scorching heat due to heavy rains in many areas of Delhi today.

VIDEO: દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડતાં લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે.

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડતાં લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે. ખાસ કરીને ઐતિહાસિક સ્થળ જંતર મંતર અને તેની આસપાસના વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે, પરંતુ હવામાન ખુશનુમા બની ગયું છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ આ વરસાદી ઝાપટાંએ દિલ્હીવાસીઓના ચહેરા પર ખુશી લાવી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી આવો જ માહોલ રહેવાની શક્યતા છે, જેનાથી તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાશે.

App Store