આજના મુખ્ય સમાચાર: અમદાવાદ વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ જાહેર; PM મોદીએ 51,000 યુવાઓને રોજગાર નિયુક્તિ પત્ર આપ્યા
ગુજરાત, દેશ-વિદેશ તેમજ એન્ટરટેઇનમેન્ટ, બિઝનેસ,સ્પોર્ટ્સ સહિતના સમાચાર તમને એક જ ક્લિકમાં વાંચવા મળશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો તપા

ગુજરાત, દેશ-વિદેશ તેમજ એન્ટરટેઇનમેન્ટ, બિઝનેસ,સ્પોર્ટ્સ સહિતના સમાચાર તમને એક જ ક્લિકમાં વાંચવા મળશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ જાહેર
અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ બન્ને એન્જિનમાં ઇંધણનો પુરવઠો રોકાતા દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ભારતીય વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB)એ રિપોર્ટમાં આ જાણકારી આપી છે. AAIBના 15 પાનાના પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર, વિમાનનો ડેટા રેકોર્ડરની તપાસમાં જાણવા મળ્યું કે ફ્લાઇટના ટેક ઓફ થયાની થોડી સેકન્ડોમાં જ બન્ને એન્જિને કામ કરવાનું બંધ કરી દીધુ હતું કારણ કે ઇંધણ સપ્લાય બંધ થઇ ગયો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
એર ઇન્ડિયાના વિમાન ક્રેશ પહેલા પાયલોટોની વાતચીત વાયરલ
અમદાવાદમાં એક મહિના પહેલા 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. આ ઘટના વચ્ચે બન્ને પાયલોટની વાતચીત સામે આવી છે. કેપ્ટન સુમિત સભરવાલે અન્ય પાયલોટને પૂછ્યું કે તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું? કો પાયલોટ ક્લાઇવ સુંદરે જણાવ્યું કે, મેં નથી કર્યું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 હજારથી વધુ યુવાઓને રોજગાર નિયુક્તિ પત્ર વેંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જુલાઇએ 16માં રોજગાર મેળાના આયોજનમાં દેશના વિવિધ ભાગમાં રહેતા 51 હજારથી વધુ યુવાઓને નિયુક્તિ પત્ર વેંચ્યા છે.
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, ત્રણ લોકોનાં મોત
નોર્થ ઇસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જનતા મજૂર કોલોનીમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઇ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા 12 લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા જેમાંથી ત્રણ લોકોનાં મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ખાડાને લીધે મુસાફરનો જીવ ગયો તો કોન્ટ્રાક્ટર સામે માનવવધનો કેસ-વલસાડ કલેક્ટર
વલસાડ કલેક્ટરે આદેશ કરતાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર રસ્તાઓને ભયંકર નુકશાન થયું છે, રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા, અકસ્માતો, ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો બન્યા છે. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીના સબંધિત કચેરીને ટેલિફોનિક, મેસેજથી અવારનવાર જાણ કરી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો
અમદાવાદ શહેરમાં ચોમાસાની બેવડી ઋતુને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. એક અઠવાડિયામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 13,972 OPD કેસ નોંધાયા, જેમાંથી 1,137 દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વધુ માહિતી માટે ક્લિક કરો
ગાઝામાં પરિસ્થિતિ ગંભીર, 798 લોકોનાં મોત
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેની લડાઈ ખૂબ જ ભયાનક બની ગઈ છે. બંને દેશો વચ્ચેની લડાઈમાં ગાઝામાં અત્યાર સુધીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ ગાઝામાં લોકો ફક્ત ઈઝરાયેલી હુમલાઓમાં જ મૃત્યુ પામ્યા નથી, પરંતુ ખોરાક અને પાણી મેળવવાનો પ્રયાસ કરતી વખતે પણ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. વધુ માહિતી માટે ક્લિક કરો
શુભાંશુ શુકલાએ અવકાશમાં 7 એક્સપેરિમેન્ટ કર્યા
ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુકલા Axiom-04 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં ગયો હતો તે 15 જુલાઇએ પૃથ્વી પર પરત ફરશે. ISRO અનુસાર શુભાંશુ શુકલા સાથે કરવામાં આવેલા અન્ય ત્રણ અવકાશ યાત્રી પણ સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટમાંથી પરત આવશે. ISSમાં શુભાંશુએ ભારત માટે 7 માઇક્રોગ્રેવિટી એક્સપેરિમેન્ટ કર્યા છે જેમાંથી 4 સફળ રહ્યાં છે.
બુમરાહે તોડ્યો કપિલ દેવનો મોટો રેકોર્ડ
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે 27 ઓવર ફેંકી અને 74 રન આપીને પાંચ વિકેટ લીધી. પાંચ વિકેટ લેતાની સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો. હવે તે વિદેશી ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે દિગ્ગજ કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુમરાહે અત્યાર સુધી વિદેશી ધરતી પર ટેસ્ટમાં 13 વખત પાંચ વિકેટ લીધી છે. જ્યારે કપિલે 12 વખત આવું કર્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઇટાલીએ ટી-20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું
ભારત અને શ્રીલંકાની યજમાનીમાં આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે ઇટાલીની ટીમે ક્વોલિફાય કરી લીધુ છે. ઇટાલીએ ગ્વેનર્સે અને સ્કોટલેન્ડ જેવી ટીમોને હરાવી હતી અને ટી-20 વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાય કરનારી 14મી ટીમ બની ગઇ છે.








