મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વકફ બિલ મુદ્દે JPC બેઠકમાં ભાજપ સાંસદ સાથે બબાલ, TMC સાંસદ કલ્યાણ બેનર્જી થયા ઈજાગ્રસ્ત

વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બ

વકફ બિલ મુદ્દે JPC બેઠકમાં ભાજપ સાંસદ સાથે બબાલ, TMC સાંસદ કલ્યાણ બેનર્જી થયા ઈજાગ્રસ્ત

વકફ બિલને લઈને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય વચ્ચે હાથાપાઈ થઈ હતી. આ બબાલમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થયા છે. જેપીસીની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન કલ્યાણ બેનર્જીએ કાચની પાણીની બોટલ તોડી. જેના પગલે તેમના હાથમાં ઈજા થઈ હતી. કાચની બોટલ વાગતાં હાથમાં ચાર ટાંકા આવ્યા હતા.  

આ ઝપાઝપીને પગલે થોડીવાર માટે મિટિંગ રોકી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કલ્યાણ બેનર્જીએ અચાનક બોટલ ઉપાડી અને ટેબલ પર પછાડી હતી. જેનાથી તેઓ ઘાયલ થયા હતા. આ બેઠક સંસદ પરિસરમાં થઈ હતી.

સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં ઘણા નિવૃત્ત ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો અને બૌદ્ધિકો હાજર રહ્યા હતા. દરમિયાન અચાનક ટીએમસી નેતા કલ્યાણ બેનર્જી ઉભા થઈને બોલવા લાગ્યા. આ અગાઉ પણ તેઓ બેઠકમાં ઘણી વખત બોલ્યા હતા. પરંતુ આ વખતે જ્યારે તેઓ બોલવા ઉભા થયા તો ભાજપના અભિજીત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો.

સૂત્રોનું કહેવું છે કે અભિજિત ગંગોપાધ્યાયે વાંધો ઉઠાવ્યો તો કલ્યાણ બેનર્જીએ તેમની સામે વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજા સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને ગુસ્સામાં કલ્યાણ બેનર્જીએ કાચની બોટલ ઉપાડીને ટેબલ પર ફેંકતા તેઓ ઘાયલ થયા હતા.

આ સમાચાર શેર કરો