Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : TMC leader Soumitra Banerjee attacked with eggs in West Bengal amid police protection

VIDEO : પશ્ચિમ બંગાળમાં TMC નેતા સૌમિત્ર બેનર્જી પર હુમલો, પોલીસ સુરક્ષા વચ્ચે ફેંકાયા ઈંડા

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓ પર સતત હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. તાજેતરમાં જ TMCના યુવા નેતા સૌમિત્ર બેનર્જી પર ઈંડા વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના તે સમયે બની જ્યારે પોલીસ તેમને કોર્ટમાં લઈ જઈ રહી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક યુવક સૌમિત્ર બેનર્જી પર ઈંડા ફેંકતો સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને સૌમિત્ર બેનર્જીને બચાવીને ગાડીમાં બેસાડી સુરક્ષિત રીતે કોર્ટ પહોંચાડ્યા હતા.

App Store

બીજેપી નેતાની ફરિયાદના આધારે થઈ છે ધરપકડ

અહેવાલો અનુસાર, ભાજપ (BJP) નેતા રવિ કેશરીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ટીએમસી નેતા સૌમિત્ર બેનર્જીની ધરપકડ કરવામાં આવી છે. સૌમિત્ર બેનર્જી પર ભાજપના કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ છે.

કુણાલ ઘોષ પર પણ થયો હતો હુમલો

પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતાઓ પર હુમલાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા સોમવારે જ ટીએમસી ધારાસભ્ય કુણાલ ઘોષ પર કોલકાતામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં તત્પરતા દાખવીને પોલીસે મંગળવારે બે આરોપીઓ ચંદન સિંહ અને રવિ કોયલની ધરપકડ કરી લીધી છે. કુણાલ ઘોષની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધીને આ કાર્યવાહી કરી છે. આ ઘટના સોમવારે સાંજે તે સમયે બની હતી જ્યારે કુણાલ ઘોષ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની બેઠક બાદ પાર્ટી ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા.

મદન મિત્રા અને અભિષેક બેનર્જી પણ બન્યા નિશાન

ટીએમસીના નેતાઓ વિરૂદ્ધ પ્રદર્શનકારીઓનો રોષ સતત જોવા મળી રહ્યો છે. કામરહાટીના અરિયાદહા વિસ્તારમાં ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય મદન મિત્રાના કાફલા પર પ્રદર્શનકારીઓએ કથિત રીતે ઈંડા ફેંક્યા હતા અને તેમની વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી જ્યારે દક્ષિણ 24 પરગણાના સોનારપુરની મુલાકાતે હતા, ત્યારે પણ ભારે હોબાળો થયો હતો. ત્યાં પ્રદર્શનકારીઓએ તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા ઈંડા અને પથ્થરો ફેંક્યા હતા. આ ઘટનાના સંદર્ભમાં પોલીસે બાદમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ પર થઈ રહેલા આ પ્રકારના હુમલાઓએ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.