Video: દિલ્હીમાં 100 વર્ષ જૂની મસ્જિદ હટાવવાની તૈયારી

સોર્સ: gstv

દિલ્હીના કૃષિ ભવનમાં આવેલી 100 વર્ષથી વધુ જૂની કદીમી મસ્જિદને હટાવવાની કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ ભવન અને શાસ્ત્રી ભવનની જગ્યાએ નવા કોમન સેન્ટ્રલ સેક્રેટરિયેટ બિલ્ડિંગ બનાવવામાં આવનાર છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, સરકારી કાર્યાલય પરિસરમાં કાયમી ધાર્મિક માળખું રાખવું ધર્મનિરપેક્ષ સરકારી વ્યવસ્થાને અનુરૂપ નથી. બીજી તરફ, મસ્જિદની સંભાળ સમિતિએ મસ્જિદ જાળવી રાખવા અથવા નવી ઇમારતમાં વૈકલ્પિક નમાજની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત