Video: દિલ્હીના ચાવડી બજાર વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થવાની ઘટના

સોર્સ: gstv

દિલ્હીના ચાવડી બજાર વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઇમારત અચાનક તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ કામગીરી સાથે સંકળાયેલી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ કાટમાળ હટાવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાટમાળમાં કોઈ વ્યક્તિ ફસાઈ છે કે કેમ તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત