મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'ત્રણ કૃષિ કાયદા પરત લાવવા જોઈએ' કંગનાના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી

હરિયાણા -મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌત નિવેદનો આપીને હંમેશા ચર્ચામાં રહે છે

VIDEO: 'ત્રણ કૃષિ કાયદા પરત લાવવા જોઈએ' કંગનાના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી

હરિયાણા -મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌત નિવેદનો આપીને હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે ચૂંટણી પહેલા ખેડૂતો મુદ્દે નિવેદન આપીને ચર્ચામાં આવી ગઈ છે. કંગના રનૌતે કહ્યું કે, ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ કાયદા પાછા લાવવા જોઈએ. અને ખેડૂતોએ પોતે જ આની માંગ કરવી જોઈએ. આ મુદ્દો કહેતાં બીજેપી સાંસદે એમ પણ કહ્યું કે તેમનું નિવેદન વિવાદાસ્પદ બની શકે છે.

કોંગ્રેસે મોદી સરકારને ઘેરી 

ભાજપ સાંસદ કંગના રનૌતના નિવેદન બાદ કોંગ્રેસે મોદી સરકારને આડેહાથ લીધી હતી. કંગનાના નિવેદનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે કહ્યું કે, અમે ખેડૂતોની સાથે છીએ. નરેન્દ્ર મોદી અને તેમના સાંસદો ગમે તેટલા પ્રયાસો કરશે તો પણ ખેડૂત વિરોધી આ કાળા કાયદાઓ ક્યારેય પરત નહીં આવે.

કોંગ્રેસે સોશિયલ મીડિયા પર કહ્યું કે, હવે ભાજપના સાંસદો આ કાયદાઓને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે. ભાજપના સાંસદ કંગના રનૌતે આ વાત કરી છે. દેશના 750-થી વધુ ખેડૂતોની શહીદી બાદ મોદી સરકારની ઊંઘ ઊડી અને આ કાળા કાયદા પરત લીધા. હવે ભાજપ સાંસદ ફરીથી આ કૃષિ કાયદા પરત લાવવાનો પ્લાન કરી રહ્યા છે. 

કંગનાએ કહ્યું હતું કે, "ખેડૂતો દેશના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. હું ઈચ્છું છું કે તેઓ આવી અપીલ જાતે કરે. હું દરેકને હાથ જોડીને અપીલ કરું છું કે તેઓ આવી માંગ કરે."

https://publish.twitter.com/?url=https://twitter.com/SupriyaShrinate/status/1838497411615830027#
 
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે 750થી વધુ ખેડૂતો શહીદ થયા, એ કાયદાઓ પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે આવું ક્યારેય થવા દઈશું નહીં. આનો સૌથી પહેલો જવાબ હરિયાણા આપશે.
 
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 2021માં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા. ખેડૂતોના ભારે વિરોધ બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.

આ સમાચાર શેર કરો