અમૃતસર મંદિર બ્લાસ્ટમાં ત્રણ આરોપી ઝડપાયા, નેપાળ ભાગવાની ફિરાકમાં હતા
અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલા મંદિરમાં ગ્રેનેડ એટેક કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપી હથિયા

અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલા મંદિરમાં ગ્રેનેડ એટેક કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપી હથિયાર અને ગ્રેનેડની સપ્લાયમાં સામેલ હતા. પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે આ ત્રણેય યુવક બિહારમાંથી ઝડપાયા છે જ્યારે તે નેપાળ ભાગવાની ફિરાકમાં હતા.
પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું કે 7 માર્ચે એક ફરિયાદ નોંધાઇ હતી જેમાં 2 આરોપી પકડાયા હતા અને આરોપીઓ પાસેથી હેરોઇન જપ્ત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ યુવકના નામ સામે આવ્યા હતા- કર્ણ, મુકેશ અને સાજન. કર્ણ વીકેઆઇ સાથે જોડાયેલો હતો અને હથિયાર સપ્લાય કરવાનું કામ કરતો હતો. અમે કર્ણને ફોલો કરતા બિહારના મધેપુરા પહોંચ્યા હતા અને ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
ભારત છોડવાની ફિરાકમાં હતા આરોપીઓ
પોલીસ કમિશનર અનુસાર ત્રણેય આરોપી બિહાર થઇને નેપાળ ભાગવાના પ્રયાસમાં હતા પરંતુ આ પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
CCTV ફૂટેજમાં જોવા મળ્યા હતા બે શખ્સ
CCTV ફૂટેજમાં 2 અજાણ્યા શખ્સ એક બાઇક પર ઠાકુર દ્વાર મંદિર પાસે આવતા જોવા મળ્યા હતા. કેટલીક સેકન્ડ રોકાયા બાદ તેમાંથી એક મંદિર તરફ વિસ્ફોટક સામગ્રી ફેકે છે અને પછી ત્યાંથી બન્ને ફરાર થઇ જાય છે.








