મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાનના કેટલાક રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદના નામે મળ્યો પત્ર

રાજસ્થાનના કેટલાક રેલવે સ્ટેશન અને શહેરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અનુસાર

રાજસ્થાનના કેટલાક રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદના નામે મળ્યો પત્ર

રાજસ્થાનના કેટલાક રેલવે સ્ટેશન અને શહેરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અનુસાર આ ધમકી ભરેલો પત્ર હનુમાનગઢ રેલ્વે સ્ટેશન પર મળ્યો છે.

30 ઓક્ટોબરે કેટલાક રેલ્વે સ્ટેશન ઉડાવી દેવાની ધમકી

હનુમાનગઢના પોલીસ અધિકારીએ જણાવ્યું કે પત્ર પોસ્ટ દ્વારા હનુમાનગઢ સ્ટેશન માસ્ટરને મળ્યો હતો. આ પત્રની જાણ પોલીસને કરવામાં આવી છે.

જૈશ-એ-મોહમ્મદના નામથી મોકલવામાં આવેલા પત્રમાં ધમકી આપવામાં આવી છે કે 30 ઓક્ટોબરે રેલવે સ્ટેશન અને ગંગાનગર, હનુમાનગઢ, જોધપુર, બીકાનેર, કોટા, બુંદી, ઉદયપુર, જયપુરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

પોલીસ અને BSFએ તપાસ હાથ ધરી

જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન છે. પોલીસે જણાવ્યું કે રાજકીય રેલવે પોલીસ (GRP), સ્થાનિક પોલીસ અને BSFના જવાનોએ તપાસ હાથ ધરી છે. GRP પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પત્ર મોકલનારાની તપાસ કરવામાં આવી રહી છે.

રાજસ્થાનમાં આ પહેલા પણ મળી ચુકી છે ધમકી

રાજસ્થાનમાં છેલ્લા 11 મહિનામાં આવી કેટલીક ધમકીઓ મળતી રહી છે. આ પહેલા જયપુરમાં સ્કૂલ,મોલ અને એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી ઇ-મેલ દ્વારા મળી ચુકી છે.જોકે, તપાસ દરમિયાન કંઇ શંકાસ્પદ મળ્યું નહતું અને આ ધમકી ફેક સાબિત થઇ હતી.

આ સમાચાર શેર કરો