મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવીશું', સંસદમાં રાહુલ ગાંધીનો હુંકાર

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર, મણિપુર, ખેડૂત, બંધારણ સહિત વિવિધ મુદ્દા

'આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવીશું', સંસદમાં રાહુલ ગાંધીનો હુંકાર

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીર, મણિપુર, ખેડૂત, બંધારણ સહિત વિવિધ મુદ્દા પર સવાલ કર્યા હતા. રાહુલ ગાંધીના સવાલોનો જવાબ આપતા પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે-બે વખત ઉભા થવું પડ્યું હતું.રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું.' મહત્ત્વપૂર્ણ છે કે, લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ એક બેઠક જીતવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસને બનાસકાંઠા બેઠક પર જીત મળી હતી.

આ વખતે તમને ગુજરાતમાં હરાવીશું- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, ઇન્કમટેક્સ, ED બધા નાના બિઝનેસ ઓનર્સ પાછળ પડ્યા રહે છે જેનાથી અબજપતિઓનો રસ્તો સાફ થાય. હું ગુજરાત ગયો હતો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જણાવ્યું કે અબજપતિઓનો રસ્તો સાફ કરવા માટે GST લાવવામાં આવ્યું, જેના પર કોઇએ કહ્યું કે ગુજરાત પણ જાય છે કે શું? રાહુલ ગાંધીએ કહ્યું કે જતો રહું છું, એમ પણ કહ્યું કે આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું. લખીને લઇ લો આ વખતે તમને ગુજરાતમાં પણ હરાવીશું.'

રાહુલે હિન્દુ નહીં ભાજપ ડર ફેલાવે છે બસ આટલું કહેતા અમિત શાહ ભડક્યાં  

રાહુલ ગાંધીએ જ્યારે કહ્યું કે હિન્દુ ડર નથી ફેલાવી શકતો ત્યારે તેમણે શિવજીની તસવીર પણ બતાવી અને સાથે જ કહ્યું કે ભાજપ ડર ફેલાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અયોધ્યાથી શરૂ કરું છું. બસ આટલું કહેતા જ અમિત શાહ ઊભા થઈ ગયા અને કહ્યું કે નિયમ આમના પર લાગુ નથી થતો કે શું? તે આખા ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ મૂકી રહ્યા છે. હાઉસ ઓર્ડરમાં નથી. ગૃહમાં આવું નહીં ચાલે. 

આ સમાચાર શેર કરો