મહારાષ્ટ્રમાં ભાજપની ઐતિહાસિક જીત પાછળ આમનો છે હાથ. શું હતી તેમની સ્ટ્રેટેજી?
મહારાષ્ટ્રની વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને તેમના સહયોગી દળોને રેકોર્ડ બેઠક

મહારાષ્ટ્રની વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને તેમના સહયોગી દળોને રેકોર્ડ બેઠક જીતી ઇતિહાસ રચ્યો છે. ભાજપની આ જીત પાછળ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવ પ્રકાશના બુથ માઈક્રો મેનેજમેન્ટનું યોગદાન છે. શિવ પ્રકાશે મહારાષ્ટ્ર પહેલા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચુંટણીમાં ભાજપને અભુતપૂર્વ જીત અપાવી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને તેના સહયોગી દળોને 235 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે. 2017 માં ઉત્તરાખંડ અને 2023માં મધ્યપ્રદેશની વિધાનસભા ચુંટણીમાં ભાજપની જીત મુશકેલ માનવામાં આવતી હતી. પછી જવાબદારી સોંપવામાં આવી શિવ પ્રકાશને અને તેઓ પોતાનો માઇક્રો મેનેજમેન્ટનો પ્લાન અમલમાં લાવ્યા. જેના પછી આ રાજ્યોમાં ભાજપ સત્તા પર આવી જ્યારે, 2017 ઉત્તરપ્રદેશની ચુંટણીમાં પણ શિવ પ્રકાશની રણનીતિ જ ભાજપને ફરી સત્તામાં લાવી.
લોકસભા ચુંટણી પછી જે રીતે ભાજપ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં માહોલ બન્યો હતો ત્યારબાદ જુન મહિનાથી નવેમ્બર સુધી ભાજપ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવ પ્રકાશ મહારાષ્ટ્રમાં બેસીને સંગઠનને ઠીક કર્યું અને પછી બુથ સ્તરના કાર્યકર્તાઓને મહત્વપુર્ણ જવાબદારી સોંપી. જેના કારણે તમામ કાર્યકરોને સંદેશ મોકલવામાં આવ્યો હતો કે પાર્ટી તેમના પર વિશ્વાસ કરે છે અને તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ આપી રહી છે.
ભાજપના મુખ્ય મતદારો કે જેઓ લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનમાં બહુ સક્રિય ન હતા. તેમને ભાજપ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોટા નેતાઓને જવાબદારી સોંપાઈ
શિવ પ્રકાશે બૂથને ચાર શ્રેણી A, B, C અને Dમાં વિભાજિત કર્યા, જેમાંથી તેમણે B અને C બૂથ પર વધુ કાર્યકરોની નિમણૂક કરીને બૂથ જીતવાની ખાતરી કરી. અને તેમણે તમામ વિધાનસભાઓમાં નારાજ લોકો અને પ્રભાવશાળી લોકોની યાદી બનાવી અને ત્યાં ભાજપના ઉમેદવારને મજબૂત કરવા તેમનો સંપર્ક કર્યો. તમામ કાર્યકરોના પ્રશ્નો ઉચ્ચ નેતૃત્વ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
શિવ પ્રકાશ મૂળ મુરાદાબાદના છે. ભાજપમાં જોડાતા પહેલા તેઓ સંઘના પ્રચારક હતા. આ દરમિયાન, તેમણે માઇક્રો મેનેજમેન્ટ અને બૂથ મેનેજમેન્ટમાં તેમની કુશળતા દર્શાવી. શિવને રાજકીય સમજણ અને અસંતુષ્ટ નેતાઓ અથવા કાર્યકરોને સમજાવવામાં નિષ્ણાત માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જ્યારે નેતાઓ ટિકિટ વહેંચણી પછી નારાજગી દર્શાવી રહ્યા હતા, ત્યારે તેમણે તેમને સમજાવવામાં અને તેમની શંકાઓને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.








