મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોરોનાના સંકટમાં પહોંચાડી હતી 70 હજાર વેક્સીન, હવે આ દેશ PM મોદીને આપશે સર્વોચ્ચ સમ્માન

કેરેબિયન ટાપુના દેશ ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશનું સર્વોચ્ચ સમ્માન આપવાની જાહેરાત કરી છે. સમ્માનની જાહેરા

કોરોનાના સંકટમાં પહોંચાડી હતી 70 હજાર વેક્સીન, હવે આ દેશ PM મોદીને આપશે સર્વોચ્ચ સમ્માન

કેરેબિયન ટાપુના દેશ ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશનું સર્વોચ્ચ સમ્માન આપવાની જાહેરાત કરી છે. સમ્માનની જાહેરાત કરતા ડોમિનિકા તરફથી કહેવામાં આવ્યું કે પીએમ મોદીએ કોવિડ-19 મહામારી દરમિયાન ડોમિનિકાની ઘણી મદદ કરી હતી. પીએમ મોદીના આ યોગદાનને ડોમિનિકાએ બન્ને દેશ વચ્ચેની ભાગીદારી મજબૂત કરનાર ગણાવ્યું છે.

PM મોદીને કરાશે સમ્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમ્માન ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન 19થી 21 નવેમ્બર સુધી ગુયાનાના જોર્જટાઉનમાં યોજાનાર ભારત-કેરિકોમ શિખર સમ્મેલન દરમિયાન આપશે. મહત્ત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરી 2021માં વડાપ્રધાન મોદીએ ડોમિનિકાને એસ્ટ્રાજેનેકા કોવિડ-19 વેક્સીનના 70 હજાર ડોઝ મોકલ્યા હતા. 

વડાપ્રધાન મોદીને ગણાવ્યા સાચા સાથી

સમ્માનની જાહેરાત કરતા ડોમિનિકાએ કહ્યું કે આ સમ્માન પીએમ મોદીના નેતૃત્ત્વમાં સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજીમાં ડોમિનિકાને ભારતના સમર્થનને પણ માન્યતા આપે છે.

શિખર સમ્મેલનનો ભાગ બનશે PM મોદી

આ એવોર્ડની રજૂઆતને સ્વીકાર કરતા PM મોદીએ જળવાયુ પરિવર્તન અને ભૂ-રાજકીય સંઘર્ષ જેવા વૈશ્વિક પડકારો સામે લડવામાં સહયોગના મહત્ત્વ પર ભાર આપ્યો છે.મહત્ત્વપૂર્ણ છે કે ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન અને વડાપ્રધાન રૂજવેલ્ટ સ્કેરિટ ભારત-કેરિકોમ શિખર સમ્મેલનમાં ભાગ લેશે. આ ભારત અને કેરિકોમ સભ્ય દેશો વચ્ચે પ્રાથમિકતા અને સહયોગની નવી તકો પર ચર્ચા કરવા માટે એક સ્ટેજ છે.

આ પણ વાંચો: VIDEO: નીતિશ કુમાર જાહેર સ્ટેજ પર મોદીના પગે પડ્યા, જાણો વડાપ્રધાને શું કર્યું

PM મોદીને મળી ચુક્યા છે આ સમ્માન

  • PM મોદીને પાપુઆ ન્યૂ ગિની પણ સમ્માનિત કરી ચુક્યા છે, તેમને મે 2023માં 'ગ્રેન્ડ કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહૂ' આપવામાં આવ્યું હતું.
  •  ફ્રાંસ પણ પીએમ મોદીને પોતાનું સર્વોચ્ચ સમ્માન આપી ચુક્યુ છે. 13 જુલાઇ 2023માં ફ્રાન્સે 'ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ લીજન ઓફ ઓનર'થી પીએમ મોદીને સમ્માનિત કર્યા હતા.
  •  ગ્રીસ તરફથી 25 ઓગસ્ટ 2023માં પીએમ મોદીને 'ધ ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર' સમ્માન મળ્યું હતું.
  •  પીએમ મોદીને બહેરીનના કિંગે વર્ષ 2019માં 'કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા' સમ્માન આપ્યું હતું.

આ સમાચાર શેર કરો