મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શિક્ષકો શાળાના ગેટને તાળું મારી બોર્ડની પરીક્ષામાં કરાવી રહ્યા હતા નકલ, દીવાલ કુદી અંદર આવી વિજિલન્સ ટીમ અને પછી...

રાજસ્થાનના જોધપુરની સેકન્ડરી સ્કૂલ પંજી બુરા કોલુ રાઠોડમાં ઓપન 10મી-12મી બોર્ડની પ

શિક્ષકો શાળાના ગેટને તાળું મારી બોર્ડની પરીક્ષામાં કરાવી રહ્યા હતા નકલ, દીવાલ કુદી અંદર આવી વિજિલન્સ ટીમ અને પછી...

રાજસ્થાનના જોધપુરની સેકન્ડરી સ્કૂલ પંજી બુરા કોલુ રાઠોડમાં ઓપન 10મી-12મી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. શાળાના ગેટને તાળું મારી દેવામાં આવ્યું હતું. પરીક્ષા ખંડમાં શિક્ષકો ખુલ્લેઆમ વિધાર્થીઓને નકલ કરવી રહ્યા હતા, જયપુરથી વિજિલન્સ ટીમ આવી પહોંચી. શાળાના ગેટને તાળું મારી દેવામાં આવ્યું હતું. વિજિલન્સની ટીમ દિવાલ પર ચઢીને શાળામાં પ્રવેશી હતી. પરીક્ષા હોલમાં બે શિક્ષકો ખુલ્લેઆમ ચોરી કરાવતા હતા. વ્હાઈટ બોર્ડ પર પ્રશ્નોના જવાબો લખીને શિક્ષક કોપી કરાવતા  ઝડપાયા હતા.

વિજિલન્સ ટીમને જોઈને બે ડમી ઉમેદવારો ભાગી ગયા હતા

બે ડમી ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા હતા. વિજિલન્સ ટીમને જોઈ તેઓ ભાગી ગયા હતા. વિજિલન્સ ટીમે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લોહાવત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. હેડ કોન્સ્ટેબલ ગોરધન રામે આ વાતની પુષ્ટિ કરી છે.

કંટ્રોલ રૂમને જોધપુરમાં નકલ કરવાની માહિતી મળી હતી.

ગોરધન રામે જણાવ્યું હતું કે રેન્જ કંટ્રોલ રૂમ જોધપુર અને પીસીઆર ફલોદી પાસેથી સરકારી માધ્યમિક શાળા, પંજીમ, બૈરામાં નકલ અંગે માહિતી મળી હતી. માહિતી મળતાં વિજિલન્સ ટીમ ત્યાં પહોંચી હતી. શાળામાં સ્ટેટ ઓપનની પરીક્ષા ચાલી રહી હતી. આ શાળામાં નકલ કરાવા બાબતે  શિક્ષણ વિભાગ જયપુરને જાણ કરવામાં આવી હતી. આ અંગે જયપુરથી આદેશ મળતા જ નિશી જૈન, અરુણ શર્મા અને શૈક્ષણિક અધિકારી સ્ટાફ સાથે શાળાએ પહોંચ્યા હતા.

શાળાના ગેટને તાળા મારીને સામૂહિક નકલ કરાવતા હતા 

નિશી જૈને જણાવ્યું કે, સ્કૂલના ગેટને તાળું મારી દેવામાં આવ્યું હતું. જ્યારે ફ્લાઈંગ ટીમ સ્કૂલની બાઉન્ડ્રી ઓળંગીને સ્કૂલની અંદર ગઈ ત્યારે ત્યાં સામૂહિક રીતે વિધાર્થીઓને નકલ કરાવવામાં આવતી હતી. શાળાનો સ્ટાફ જ નકલ કરવી રહ્યો હતો. શિક્ષણાધિકારી નિશી જૈને કહ્યું કે આ મામલે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં સ્ટેટ ઓપનની પરીક્ષામાં છેતરપિંડી કરનારા માફિયાઓ પણ સપડાયા છે. વર્ગખંડમાં જ બોર્ડ પર પ્રશ્નોના જવાબ લખીને કોપી કરવામાં આવી રહી હતી.

આ મામલે શાળાના આચાર્ય રાજેન્દ્ર સિંહ ચૌહાણે પરીક્ષા ઈન્ચાર્જ ભંવરલાલ સુથાર, વિજિલન્સ સુપરવાઈઝર દિનેશ કુમાર સુથાર, ઈન્વિજિલેટર હરિ સિંહ, પ્રહલાદ રેગર, દશરથ સિંહ, સવાઈ રામ, રાહુલ મીણા, કૃષ્ણ કુમાર જાટ, શિવરામ મીણા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. .

આ સમાચાર શેર કરો