મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: "યુપીની જનતા હવે અખિલેશ યાદવને મુખ્યમંત્રી તરીકે જુએ છે!" MLC ચૂંટણી પરિણામો પર ધર્મેન્દ્ર યાદવનો મોટો દાવો

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામો અને મતગણતરી વચ્ચે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ ધર્મેન્દ્ર યાદવે મોટું રાજકીય નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ ચૂંટણીનું પરિણામ દેશના રાજકારણ માટે ઐતિહાસિક સાબિત થશે, કારણ કે ઉત્તર પ્રદેશની જનતા હવે અખિલેશ યાદવને આગામી મુખ્યમંત્રી તરીકે જોઈ રહી છે.

દિલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, "હું માનું છું કે આ ચૂંટણીનું પરિણામ દેશ માટે ઐતિહાસિક રહેશે. ઉત્તર પ્રદેશની જનતા હવે અખિલેશ યાદવજીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે જોઈ રહી છે."

આ સાથે જ તેમણે ચૂંટણીમાં વિજય મેળવનાર પક્ષના તમામ સાથીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉમેર્યું હતું કે, "હું જીતનારા તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ઉપરાંત મતગણતરીની પ્રક્રિયા નિષ્પક્ષ અને યોગ્ય રીતે પાર પાડવા માટે રાત-દિવસ અથાક પરિશ્રમ કરનાર તમામ કાર્યકરો અને અધિકારીઓનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું."

આ સમાચાર શેર કરો