Video: બારપેટામાં બ્રહ્મપુત્રા નદીમાં બે હોડીઓ અથડાઈ

આસામના બારપેટા જિલ્લામાં આવેલા બહારી ઘાટ નજીક બ્રહ્મપુત્રા નદીમાં બે યાંત્રિક મુસાફર હોડીઓ સામસામે અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને રાહત-બચાવ ટીમોએ સ્થળ પર પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી. નદીમાં સર્જાયેલી આ ટક્કર બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.








