મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હિંડનબર્ગ-અદાણી કેસ ફરી એકવખત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, સેબી અંગે કહી આ વાત

હિંડનબર્ગ-અદાણી કેસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગત શનિવારે એક અમેરિકન શોર્ટ સેલર

હિંડનબર્ગ-અદાણી કેસ ફરી એકવખત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, સેબી અંગે કહી આ વાત

હિંડનબર્ગ-અદાણી કેસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગત શનિવારે એક અમેરિકન શોર્ટ સેલર ફર્મ દ્વારા માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચ પર એક રિપોર્ટ બહાર પાડીને દાવો કરવામાં આવ્યો હતો કે તે અદાણી ગ્રુપ સાથે જોડાયેલી છે. હવે હિંડનબર્ગના નવા રિપોર્ટ મામલે વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે વિશાલ ગયા વર્ષે 2023માં અરજી દાખલ કરનાર અરજદારોમાંનો જ એક છે, જેમણે અદાણી જૂથ દ્વારા શેરબજારમાં ચાલાકી અંગે SIT/CBI તપાસની માંગણી કરી હતી.

નવી અરજીમાં શું કહેવામાં આવ્યું?

હિંડનબર્ગ મામલે અરજદાર વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે, હિંડનબર્ગ મામલાને કારણે સેબી માટે વિલંબિત તપાસ જલદી પૂરી કરી આ સમગ્ર તપાસના નિષ્કર્ષની જાહેરાત કરે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સેબી ચીફે અમેરિકન શોર્ટ સેલર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હોવા છતાં, આ મામલે લોકો અને રોકાણકારોના મનમાં મૂંઝવણ અને આશંકાનો માહોલ સર્જાયો છે.

હિંડનબર્ગે ગયા વર્ષે 24 જાન્યુઆરી, 2023ના રોજ અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી જૂથ પર તેમની કંપનીઓના શેરમાં દેવું અને હેરાફેરીનો આરોપ મુકતો એક સંશોધન અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેના પછી અદાણી જૂથને ભારે નુકસાન થયું હતું . આ મામલે સુપ્રીમ કોર્ટમાં તપાસની માંગ કરતી અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાને લઈને, SCએ સેબીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, આ કેસમાં 24માંથી 23 તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ દરમિયાન સેબી દ્વારા હિન્ડેનબર્ગને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા નોટિસ મોકલવામાં આવ્યા બાદ, હિન્ડેનબર્ગે ગયા શનિવારે વધુ એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં સેબીના વડા માધાબી પુરી બુચ પર ઘણા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. રિપોર્ટમાં વ્હિસલબ્લોઅર દસ્તાવેજોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે માધાબી પુરી બૂચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમના ખાતા ખોલ્યા હતા. આમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે, ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણી ગ્રુપના ડાયરેક્ટર દ્વારા ઈન્ડિયા ઈન્ફોલાઈન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે.

આ સમાચાર શેર કરો