મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ડોક્ટર મર્ડર અને રેપ કેસમાં તપાસ CBIને સોંપાઈ, હાઈકોર્ટે આપ્યા આ કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં 31 વર્ષીય ટ્રેઈની ડોક્ટર સાથે આરજી કર મેડિકલ કોલે

ડોક્ટર મર્ડર અને રેપ કેસમાં તપાસ CBIને સોંપાઈ, હાઈકોર્ટે આપ્યા આ કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં 31 વર્ષીય ટ્રેઈની ડોક્ટર સાથે આરજી કર મેડિકલ કોલેજમાં થયેલ બળાત્કાર અને હત્યા કેસમાં હાઈકોર્ટે કડક આદેશ આપ્યા છે. મંગળવારે કોર્ટે આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષને રજા પર ઉતારી દેવાનું કહ્યું છે. સાથેજ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. 

કોર્ટે આદેશ આપ્યો છે કે આ મામલે જોડાયેલા તમામ સીસીટીવી ફૂટેજ, નિવેદન કાલ સવારે 10 વાગ્યા સુધી સોંપવામાં આવશે. દેશભરમાં ડોક્ટરોમાં આક્રોશ છે ત્યારે દેશમાં એક વખત ફરી મહિલાઓની સુરક્ષા મામલે પોલીસ કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે. દુષ્કર્મ અને હત્યાના આ કેસમાં ઘણાં ખુલાસાઓ થયા છે. રેપ અને મર્ડરનો શિકાર બનેલી લેડી ડોક્ટરના પરિવારજનોને પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપી દીધો છે. 

આ કેસના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપી ગુનેગાર સંજય રોયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાની આદત હતી. ઘટનાની રાત્રે તે ઘણી વખત હોસ્પિટલની અંદર આવન જાવન કરી હતી. આરોપીની પૂછપરછ, પરિસ્થિતિજન્ય સાક્ષી અને સીસીટીવી ફૂટેજના આધારે ઘણી સનસનીખેજ બાબતો સામે આવી છે. પોલીસ પૂછપરછ અને સીસીટીવી ફૂટેજ દ્વારા આ સમગ્ર ઘટનાનો સમય સામે આવ્યો છે. અત્યાર સુધીની તપાસ કયા પરિણામો સુધી પહોંચી છે.

કોર્ટે પ્રિન્સીપાલ મુદ્દે કહ્યું કે, તમે ખૂબ જ શક્તિશાળી છો. તમારી હાજરીથી નિષ્પક્ષ તપાસ મુશ્કેલ બનશે. ડૉ. ઘોષે મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલના પદ પરથી રાજીનામું આપી દીધું, પરંતુ થોડા જ કલાકોમાં તેમને કલકત્તા નેશનલ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા. આ અંગે પણ હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા છે.

કલકત્તા હાઈકોર્ટે આ મામલે કેસ ડાયરી પણ મંગાવી છે. કોર્ટે કહ્યું કે આ ગંભીર બાબત છે કે પ્રિન્સિપાલે નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપ્યું હતું અને તેમને 12 કલાકની અંદર બીજી એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. બેન્ચે કહ્યું કે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ તરીકે તેઓ તમામ ડોક્ટરોના વાલી છે. જો તેઓ પીડિતા પ્રત્યે સદ્ભાવના નહીં દાખવે તો કોણ કરશે? હવે તેઓએ ક્યાંય કામ ન કરવું જોઈએ પરંતુ તેમના ઘરે રહેવું જોઈએ. દરમિયાન મૃતક તબીબનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર પીડિતાના પ્રાઈવેટ પાર્ટ સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં આ હત્યા અને બળાત્કારની ઘટના 9 ઓગસ્ટે સવારે 3થી 5 વાગ્યાની આસપાસ થઈ હતી. જે મહિલા તબીબનો મૃતદેહ મળ્યો તેના પગ, આંગળીઓ, પેટ, પ્રાઈવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું જોવા મળ્યું હતું. નિષ્ણાતોના મતે, પીડિતાનું મોં આરોપી દ્વારા દબાવવામાં આવ્યું હતું અને તેનું માથું સતત જમીન પર પટકાવ્યું હતું. આ હત્યાકાંડે સમગ્ર બંગાળને હચમચાવી નાખ્યું છે અને સીએમ મમતા બેનર્જી પોતે સોમવારે પીડિતાના ઘરે પહોંચ્યા હતા. આ ઘટનામાં તપાસ મામલે પોલીસને રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. જો ત્યાં સુધી તપાસ પૂરી નહીં થાય તો અમે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરીશું.

આ સમાચાર શેર કરો