મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ડીપફેક પર લગામ કસવાની તૈયારી, આગામી સત્રમાં ડિજિટલ ઇન્ડિયા બિલ રજૂ કરશે સરકાર

નરેન્દ્ર મોદી સરકાર આગામી સંસદ સત્રમાં AI-જનરેટેડ ડીપફેક વીડિયો અને અન્ય ઓનલાઇન કન્ટેન્ટના ખતરાને

ડીપફેક પર લગામ કસવાની તૈયારી, આગામી સત્રમાં ડિજિટલ ઇન્ડિયા બિલ રજૂ કરશે સરકાર

 નરેન્દ્ર મોદી સરકાર આગામી સંસદ સત્રમાં AI-જનરેટેડ ડીપફેક વીડિયો અને અન્ય ઓનલાઇન કન્ટેન્ટના ખતરાને ધ્યાનમાં રાખતા એક બિલ રજૂ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ડિઝિટલ ઇન્ડિયા બિલ નામથી આ બિલ રજૂ કરવામાં આવશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનિકનો સારી રીતે ઉપયોગ કરવાની રીત પણ શોધવામાં આવશે. સરકાર સંસદમાં આ બિલ રજૂ કરતા પહેલા તમામ પક્ષની સહમતિ મેળવવાનો પ્રયાસ કરશે.

યૂ ટ્યુબ સહિત વિવિધ ઓનલાઇન માધ્યમો પર વીડિયોને રેગ્યુલેટ કરવા માટે પણ આગામી સંસદ સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવશે. આગામી સંસદ સત્ર 18મી લોકસભાનું પ્રથમ સત્ર હશે. સત્ર 24 જૂનથી 3 જુલાઇ સુધી ચાલશે. તે બાદ ચોમાસુ સત્ર 22 જુલાઇથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે.

ગત વર્ષની શરૂઆતમાં તત્કાલીન કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌધોગિકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ બિલ વિશે સંકેત આપતા કહ્યું હતું કે આગામી સરકાર દ્વારા આ બિલને રજૂ કરવામાં આવશે.

શું હોય છે ડીપફેક ટેકનિક?

ડીપફેક એક એવી ટેકનિક છે જેને ભ્રામક અથવા ગુમરાહ કરનારા કન્ટેન્ટ બનાવવાની તેની ક્ષમતા વિશે ચિંતા વ્યક્ત કરી છે જેમાં ખોટી જાણકારી પ્રસાર, સાર્વજનિક હસ્તીઓને બતાવનારા વીડિયોનું નિર્માણ અને વ્યક્તિગત ગોપનીયતા પર હુમલો સામેલ છે. આ વર્ષે એપ્રિલમાં મુંબઇ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક ડીપફેક વીડિયો શેર કરવાના આરોપમાં મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ અને 16 અન્ય વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો