મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: લાલબાગના રાજાની પ્રથમ ઝલક આવી સામે, 16 કરોડનો સોનાનો મુગટ બન્યો આકર્ષણ

ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરૈ્યાના નામથી ગુંજી ઉઠે છે. ગણેશ ચતુર્થીના શુભ અવસ

VIDEO: લાલબાગના રાજાની પ્રથમ ઝલક આવી સામે, 16 કરોડનો સોનાનો મુગટ બન્યો આકર્ષણ

ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરૈ્યાના નામથી ગુંજી ઉઠે છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર લાલ બાગના રાજાની પ્રથમ ઝલક ભક્તોની સામે આવી ગઈ છે. લાલ બાગના રાજાની ઝલક એટલી અનોખી છે કે ભક્તો તેમને જોવા માટે લાંબી લાંબી કતારોમાં ઉભા રહે છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિનું ભવ્ય મંદિર આવેલું છે. અહીં બેઠેલા ભગવાન ગણેશને લાલ બાગના રાજા તરીકે ઓળખવામાં આવે છે. 

લાલ બાગના રાજાની પ્રથમ ઝલક મંત્રમુગ્ધ કરવાવાળી 

આ વર્ષે લાલબાગના રાજા કેટલાક શાહી રંગોમાં રંગાયેલા દેખાઈ રહ્યા છે. લાલ બાગના રાજાના માથા પર સોનાનો મુગટ શોભી રહ્યો છે. સોનાના મુગટનું વજન આશરે 20 કિલો છે.  લાલ બાગના રાજાનું મુગટ શુદ્ધ સોનાથી મઢેલું છે. મુગટની કિંમત 16 કરોડ રૂપિયા છે.

લાલ બાગના રાજાનો આ મુગટ  અનંત અંબાણીએ ગણપતિજીને અર્પણ કર્યો

લાલ બાગના રાજાનો આ મુગટ રિલાયન્સ ફાઉન્ડેશન વતી અનંત અંબાણીએ ગણપતિજીને અર્પણ કર્યો છે. આ ભવ્ય તાજ તૈયાર કરવામાં બે મહિના લાગ્યા હતા. આ તાજ ઘણા કુશળ કારીગરોએ સખત મહેનતથી બનાવ્યો છે.

આ સમાચાર શેર કરો