મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે ચોથા તબક્કાના નોમિનેશન માટે નોટિફિકેશન જાહેર કર્યું, અંતિમ તારીખ 6 મે

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે નોટિફિકેશન

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે ચોથા તબક્કાના નોમિનેશન માટે નોટિફિકેશન જાહેર કર્યું, અંતિમ તારીખ 6 મે

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ચોથા તબક્કામાં 25 મેએ છ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠક પર મતદાન થશે.

આ તબક્કામાં બિહાર, હરિયાણા, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને નવી દિલ્હી સહિત છ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 57 લોકસભા બેઠક માટે મતદાન થશે.

ચૂંટણી પંચના નોટિફિકેશન અનુસાર, ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 6 મે છે. નોમિનેશનની તપાસ 7 મેએ થશે. ઉમેદવારી પરત લેવાની અંતિમ તારીખ 9 મે છે.

લોકસભા ચૂંટણીમાં બે તબક્કામાં 190 બેઠક પર થયું મતદાન

સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં મતદાન 19 એપ્રિલે 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર થયું હતું. જેમાં 62 ટકા કરતા વધુ મતદાન થયું હતું.

બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થયું હતું. આ તબક્કામાં 88 લોકસભા બેઠક પર મતદાન થયું હતું જેમાં કેરળની તમામ 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ-આઠ, આસામ અન બિહારની પાંચ-પાંચ બેઠક સામેલ છે.

અત્યાર સુધી બે તબક્કામાં 190 બેઠક પર મતદાન થઇ ચુક્યુ છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન 7 મેએ યોજાશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠક પર મતદાન યોજાશે. સુરતની બેઠક બિનહરીફ જાહેર થઇ છે. લોકસભા ચૂંટણી 2024નું પરિણામ 4 જૂને જાહેર થશે.

આ સમાચાર શેર કરો