મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાપ રે! રામાયણના નાટક મંચ પર આવ્યો 'અસલ રાક્ષસ', જીવતા ડુક્કરનું પેટ ફાડી નાખ્યું અને...

ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. અહીંના રલાબા ગામમાં રામાયણના મંચ દરમિયાન બને

બાપ રે! રામાયણના નાટક મંચ પર આવ્યો 'અસલ રાક્ષસ', જીવતા ડુક્કરનું પેટ ફાડી નાખ્યું અને...

ઓડિશાના ગંજમ જિલ્લામાંથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. અહીંના રલાબા ગામમાં રામાયણના મંચ દરમિયાન બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. આ નાટકમાં રાક્ષસનું પાત્ર ભજવતો  45 વર્ષીય કલાકારોએ સ્ટેજ પર જ એક જીવતા ડુક્કરને મારી નાખ્યું અને ખાધું. રાક્ષસની ભૂમિકા ભજવી રહેલા અભિનેતાએ એક જીવંત ડુક્કરને સ્ટેજ પર લટકાવી દીધું. આ પછી તેણે તેનું પેટ ફાડી નાખ્યું અને તેના આંતરડા ખાધા હતાં. આ ઘટના 24મી નવેમ્બરની રાત્રે બની હોવાનું કહેવાય છે, પરંતુ તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો હતો. જો કે તેનો વિડિયો ઘણો ડરામણો છે.

આ પણ વાંચો : આ વર્ષે કોલ્ડ વેવથી ડરવાની જરૂર નથી, IMD એ ઠંડીને લઈને કરી મોટી આગાહી

રાક્ષસોની ક્રૂરતા બતાવવા માટે ખાધુ ડુક્કર

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના રામાયણના નાટક દરમિયાન બની હતી. રાક્ષસોની ક્રૂરતા બતાવવા માટે કલાકારોએ આ પગલું ભર્યું હતું. જો કે, આવા પ્રદર્શનથી લોકો ચોંકી ગયા હતા અને નાટકના નામે આવા કૃત્ય સામે પ્રશ્નો ઉભા થયા હતા. આ ઘટના દરમિયાન માત્ર ડુક્કર જ નહીં પરંતુ કેટલાક સાપ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ બધું સેંકડો દર્શકોની સામે થયું, પરંતુ કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. ત્યાં હાજર લોકો આ ડ્રામા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ કોઈએ કલાકારોને અટકાવવાની હિંમત ન કરી.

પોલીસે આયોજકની ધરપકડ કરી હતી

આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વિડિયો હેરાન કરનારો છે. વિડિયો વાયરલ થયા બાદ લોકો તેને પરંપરાના નામે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા ગણાવી રહ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક આયોજકની પણ ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

આ સમાચાર શેર કરો