આ વર્ષે કોલ્ડ વેવથી ડરવાની જરૂર નથી, IMD એ ઠંડીને લઈને કરી મોટી આગાહી
IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય ઠંડી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ભારતમ

IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય ઠંડી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં હળવા શિયાળાની સાથે જ શીત લહેરના દિવસો ઘટશે. તેમજ આ સિઝનમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.
આ પણ વાંચો: ફેંગલ વાવાઝોડાએ ભારત અને શ્રીલંકામાં તબાહી મચાવી, ભારે વરસાદે લીધો ૧૫થી વધુ લોકોનો ભોગ
આ વખતે હળવા શિયાળાની આગાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશમાં 1901 પછીનું બીજું સૌથી ગરમ નવેમ્બર નોંધાયું હતું, જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન 29.37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનના સામાન્ય 28.75 ડિગ્રી કરતા 0.623 ડિગ્રી વધારે છે.
ભારતના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 'શિયાળાની મોસમ (ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025) દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.' આગાહી મુજબ, શિયાળાની ઋતુમાં સામાન્ય પાંચથી છ દિવસની સરખામણીએ આ વખતે શીત લહેરના દિવસો ઓછી રહેવાની ધારણા છે.
મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ સિઝનમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, સિવાય દક્ષિણ દ્વીપકલ્પના ભારતના મોટાભાગના વિસ્તારો, જ્યાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.
તેમણે કહ્યું, 'સામાન્ય રીતે આપણે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન પાંચથી છ દિવસ શીત લહેર જોયે છે. આ વર્ષે આપણે સરેરાશ કરતાં બેથી ચાર ઓછી શીત લહેર દિવસોની અપેક્ષા રાખી શકીએ છીએ. મહાપાત્રાએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (પશ્ચિમી ખલેલ) ગેરહાજરી નવેમ્બર ગરમ રહેવાનું કારણ છે.








