ઓફિસમાં ખુરશી પરથી પડી જતા મહિલાનું મોત, સાથીઓએ કહ્યું- તણાવમાં હતી
લખનૌમાં HDFC બેન્કની એક મહિલા અધિકારીનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. મહિલા લંચ કરવા માટે ઓફિસ

લખનૌમાં HDFC બેન્કની એક મહિલા અધિકારીનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. મહિલા લંચ કરવા માટે ઓફિસમાં બેઠી હતી ત્યારે અચાનક જ ખુરશી પરથી નીચે જમીન પર પડી ગઇ હતી. ઉતાવળમાં મહિલા કર્મચારીને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યા ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે મહિલાના શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર, લખનૌમાં HDFC બેન્કની ગોમતીનગરના વિભૂતિખંડ બ્રાન્ચમાં એક મહિલા અધિકારી લંચ કરવા માટે ખુરશી પર બેઠી હતી. આ દરમિયા અચાનક જ બેભાન થઇને નીચે પડી ગઇ હતી. મહિલાની ઓળખ સદફ ફાતિમાના રૂપમાં થઇ છે અને તેની ઉંમર 45 વર્ષની હતી. આ મહિલા કર્મચારી લખનૌના જ વજીરગંજ વિસ્તારમાં રહેતી હતી.
લંચ માટે ખુરશી પર બેઠી અને અચાનક જ નીચે પડી
મહિલા અધિકારી મંગળવાર બપોરે લંચ કરવા માટે ખુરશી પર બેઠી હતી કે અચાનક જ બેભાન થઇને નીચે પડી હતી. તે બાદ જ્યારે તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી તો ડૉક્ટરોએ તેને તરત જ મૃત જાહેર કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જોકે, ડૉક્ટરોએ આશંકા વ્યક્ત કરી છે કે મહિલા અધિકારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું અસલી કારણ જાણી શકાશે.
અખિલેશ યાદવે પણ કર્યું ટ્વીટ
લખનૌની આ ઘટના પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે કહ્યું કે, લખનૌમાં કામનું દબાણ અને તણાવને કારણે HDFCની એક મહિલાકર્મીનું ઓફિસમાં જ ખુરશી પરથી પડીને મોતના સમાચાર ચિંતાજનક છે. આવા સમાચાર દેશમાં વર્તમાન અર્થવ્યવસ્થાના દબાણનું પ્રતિક છે. આ સંદર્ભમાં તમામ કંપની અને સરકારી વિભાગો સુધી ગંભીરતાથી વિચારવું જોઇએ. આ દેશના માવન સંશાધનની અપૂરણિય હાનિ છે. આવુ આકસ્મિક નિધન કામની સ્થિતિને સવાલોના ઘેરામાં લઇ આવે છે.








