મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

‘વક્ત બદલ રહા હૈ..., દોસ્ત દોસ્ત ના રહા...', કોંગ્રેસ અધ્યક્ષે અદાણી- અંબાણી મુદ્દે પીએમને ઘેર્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે પીએમ મોદી

‘વક્ત બદલ રહા હૈ..., દોસ્ત દોસ્ત ના રહા...', કોંગ્રેસ અધ્યક્ષે અદાણી- અંબાણી મુદ્દે પીએમને ઘેર્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે પીએમ મોદીને ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને અદાણીનો સાથ છોડી દેવાની વાત કરી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ પીએમ મોદી પર ટિપ્પણી કરી છે.

પીએમ મોદીએ કરેલા નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રહાર કરતા કહ્યું કે, સમય બદલાઈ રહ્યો છે. મિત્ર હવે મિત્ર નથી રહ્યો…! તેમણે કહ્યું કે ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બની ગયા છે. આ જ દર્શાવે છે કે મોદીજીની ખુરશી હલી રહી છે. આ પરિણામનું વાસ્તવિક વલણ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવે છે કે તેમણે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના બિઝનેસને વિસ્તારવા માટે બધું દાવ પર લગાવી દીધું છે. રાહુલે એમ પણ કહ્યું કે, તેમણે તેમના મિત્રો એટલે કે અંબાણી અને અદાણીનો 16 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ માફ કર્યો છે. જો કે આજે ઉલટું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. 

આંધ્રપ્રદેશની રેલીમાં રાહુલ ગાંધીનું નામ લેતા વડાપ્રધાને કહ્યું કે તેઓ પાંચ વર્ષ સુધી અંબાણી અને અદાણીના નામ જપતા રહ્યા અને હવે ચૂંટણી આવતા જ ચૂપ થઈ ગયા. PMએ કહ્યું કે તેઓ અત્યારે તેમનું નામ કેમ નથી લઈ રહ્યા? તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી રોજ સવારે ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા હતા. અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?’

વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે, કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે. તમારે દેશને જવાબ આપવો પડશે.’

આ સમાચાર શેર કરો