મુખ્ય સામગ્રી પર જાઓ

કોંગ્રેસે દેશનિર્માણ માટે બેંકો બનાવી અને મોદી સરકાર એને વેચી રહી છે

MLC ચૂંટણીઓમાં કોંગ્રેસનો સફાયો; બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક એમ ત્રણેય રાજ્યોમાં એક પણ બેઠક મળી નહીં
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

IDBI બેંકના ખાનગીકરણને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંકના કર્મચારીઓનું સમર્થન કરતાં કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે IDBI બેંકને કેનેડાની કંપની Fairfax Financial Holdingsને વેચવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારી બેંકો વેચી નાખવાની સંપત્તિ નથી, પરંતુ દેશના નિર્માણનાં સાધનો છે. IDBI બેંકના કર્મચારીઓને લખેલા ખુલ્લા પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગયા વર્ષે માર્ચમાં બેંકના કર્મચારીઓનું એક પ્રતિનિધિમંડળ સંસદ ભવનમાં તેમને મળ્યું હતું. કર્મચારીઓએ સવાલ કર્યો હતો કે જે બેંકને તેમણે નફાકારક બનાવી છે, તેને સરકાર શા માટે વેચી રહી છે? રાહુલ ગાંધીએ આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવ્યો હતો, પરંતુ સરકાર તરફથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

9 હજાર કરોડથી વધુનો નફો કરતી બેંક વેચવાનો નિર્ણય

રાહુલ ગાંધીએ પત્રમાં જણાવ્યું કે સાત વર્ષ પહેલાં IDBI બેંક ખોટ કરી રહી હતી, પરંતુ ગયા વર્ષે બેંકે 9 હજાર કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો હતો. આ સફળતા બેંકના કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. તેમણે કહ્યું કે જાહેર નાણાંથી બનેલી સંસ્થા પર જનતાનો અધિકાર છે. હાલમાં સરકાર અને LIC પાસે બેંકનો 95 ટકા હિસ્સો છે. વેચાણ બાદ તેમનો હિસ્સો ઘટીને 34 ટકા થઈ જશે. રાહુલ ગાંધીએ યાદ અપાવ્યું કે 2003માં સરકારે સંસદમાં IDBIમાં 50 ટકાથી વધારે હિસ્સો જાળવી રાખવાનું વચન આપ્યું હતું.

SC, ST અને OBC અનામત પર પણ ચિંતા

રાહુલ ગાંધીએ આશંકા વ્યક્ત કરી કે બેંકનું ખાનગીકરણ થતાં SC, ST અને OBC ઉમેદવારો માટેની અનામત વ્યવસ્થા સમાપ્ત થઈ શકે છે. કર્મચારીઓની સેવા શરતો પર પણ તેની અસર પડી શકે છે. તેમણે કર્મચારીઓની તમામ વાજબી માગણીઓને સમર્થન આપ્યું છે.

53 હજાર કરોડમાં વેચાણને મંજૂરી

કેન્દ્ર સરકારે 14 ઓક્ટોબરે IDBI બેંકનો 60.72 ટકા હિસ્સો કેનેડાની Fairfax Financial Holdingsને આશરે 53 હજાર કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી હતી. Fairfax પ્રતિ શેર 81 રૂપિયા ચૂકવશે. આ સોદો RBIની મંજૂરીને આધીન છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો