Video: ગોધરામાં સાપા રોડ પર સંગમ સોસાયટી નજીક આવેલી એશિયન પેઇન્ટ્સની શોરૂમમાં ભીષણ આગ લાગી

ગુજરાતના ગોધરામાં સાપા રોડ પર સંગમ સોસાયટી નજીક આવેલી એશિયન પેઇન્ટ્સની શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે શોરૂમમાં રાખવામાં આવેલું ફર્નિચર અને પેઇન્ટનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. આગના કારણે શોરૂમમાં મોટું નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.







