મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેનો સરહદી વિવાદ ફરીથી વકર્યો, જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં સરકાર બનતાની સાથે જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને

મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેનો સરહદી વિવાદ ફરીથી વકર્યો, જાણો શું છે કારણ

મહારાષ્ટ્રમાં સરકાર બનતાની સાથે જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્ણાટક-મહારાષ્ટ્રની બોર્ડર પર રહેતા મરાઠીભાષી લોકોની માગણીને સમર્થન આપ્યું છે. બન્ને નેતાઓએ કહ્યું છે કે, કર્ણાટકના બેલગાવ અને આસપાસ રહેતા મરાઠીભાષી વિસ્તારોનું તેઓ સમર્થન કરે છે અને વર્ષોથી ચાલી આવેલા આ વિવાદને ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરશે.

કર્ણાટકના ગામને મહારાષ્ટ્રમાં સામેલ કરવાનો વિવાદ

કર્ણાટકની કોંગ્રેસ સરકારે બેલગાવ સહિત મરાઠીભાષી વિસ્તારોનો વિલય મહારાષ્ટ્રમાં સમાવવાની માંગણી કરતા એક સંગઠનને સભા યોજવાની પરવાનગી નહીં આપતા ફરીથી બોર્ડર વિવાદની શરૂઆત થઇ હતી. કર્ણાટકની બોર્ડર પર આવેલા બેલગાવ, કારવા, નીપાણી જેવા વિસ્તારોનો સમાવેશ મહારાષ્ટ્રમાં કરવા માટે ઘણા વર્ષોથી લડત ચાલી રહી છે.

જોકે, મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ફડણવીસ અને શિંદે પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારે કર્ણાટકમાં ભાજપની સરકાર હતી ત્યારે બેલગાવના મરાઠીભાષી લોકો પર થતા અત્યાચાર બાબતે શા માટે ચૂપ રહી હતી?

આ પણ વાંચો: બાબા સિદ્દિકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઇ વિરૂદ્ધ કોઇ પુરાવા નથી, મુંબઇ પોલીસનો યુ-ટર્ન

શું છે મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદ?

મહારાષ્ટ્ર અને કર્ણાટર રાજ્ય વચ્ચે બેલગામ જિલ્લા જેને બેલગાવી પણ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી મોટા અંતર-રાજ્યીય સરહદ વિવાદમાં એક છે. ખાનાપુર, નિપાણી, નંદગાડ અને કારવાર ક્ષેત્રને લઇને બન્ને રાજ્યમાં વિવાદ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં એક મોટી વસ્તી મરાઠી અને કન્નડ ભાષા બોલે છે અને લાંબા સમયથી આ વિસ્તાર વિવાદનું કેન્દ્ર રહ્યું છે. આ વિસ્તાર 1956માં જ્યારે રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું ત્યારે કર્ણાટકને આધીન આવ્યું હતું. આ પહેલા તે બોમ્બેને આધીન હતું જેને હવે મહારાષ્ટ્ર કહેવામાં આવે છે. જ્યારે વિવાદ વધ્યુ તો કેન્દ્ર સરકારે તેને હલ કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય જસ્ટિસ મેહર ચંદ મહાજનના નેતૃત્ત્વમાં એક આયોગની રચના કરી હતી. આ કેસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં લંબિત છે.

આ સમાચાર શેર કરો