મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'જો વડાપ્રધાન માટે દબાણ દૂર કરી શકાય તો સામાન્ય માણસ માટે કેમ નહીં', બોમ્બે હાઇકોર્ટે સરકારને ઝાટકી

બોમ્બે હાઇકોર્ટે રસ્તા અને ફૂટપાથને લઇને રાજ્ય સરકાર અને BMCને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે

'જો વડાપ્રધાન માટે દબાણ દૂર કરી શકાય તો સામાન્ય માણસ માટે કેમ નહીં', બોમ્બે હાઇકોર્ટે સરકારને ઝાટકી

બોમ્બે હાઇકોર્ટે રસ્તા અને ફૂટપાથને લઇને રાજ્ય સરકાર અને BMCને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે જ્યારે એક દિવસ માટે વડાપ્રધાન અને અન્ય VVIP લોકો માટે રસ્તા અને ફૂટપાથ સાફ કરાવી શકાય છે તો અન્ય લોકો માટે રોજ આવું કેમ કરવામાં આવતું નથી.

રાજ્ય સરકારને લગાવી ફટકાર

જસ્ટિસ એમએસ સોનક અને કમલ ખાતાની ખંડપીઠે કહ્યું કે ફૂટપાછ અને ચાલવા માટે સુરક્ષિત સ્થળોનું હોવું વ્યક્તિનો મૌલિક અધિકાર છે અને રાજ્યના અધિકારી તેને ઉપલબ્ધ કરાવી શકે છે. પીઠે કહ્યું કે રાજ્ય હંમેશા માત્ર એમ નથી વિચારી શકતું કે શહેરમાં ફૂટપાછ પર દબાણ કરનારાઓ સામે કેવી રીતે લડી શકાય. હવે આ મામલે યોગ્ય પગલા ભરવાની જરૂર છે.

કોર્ટે સરકાર અને મહાનગરપાલિકાને પૂછ્યો સવાલ

કોર્ટે કહ્યું, 'જ્યારે વડાપ્રધાન કે કોઇ વીવીઆઇપી આવે છે તો રસ્તા અને ફૂટપાથને તુરંત ખાલી કરાવી દેવામાં આવે છે. જ્યાર સુધી આ લોકો અહીં રહે છે ત્યાર સુધી દબાણ પણ થતું નથી. આવું કેવી રીતે થાય છે? આવું દરેક માટે કેમ ના કરી શકાય? લોકો પાસે ચાલવા માટે એક સાફ રસ્તો અને સુરક્ષિત જગ્યા હોવી જોઇએ.'

હાઇકોર્ટે કહ્યું, 'ફૂટપાથ અને ચાલવા માટે એક સુરક્ષિત જગ્યા એક મૌલિક અધિકાર છે. અમે પોતાના બાળકોને ફૂટપાથ પર ચાલવા માટે કહીએ છીએ પરંતુ જો ચાલવા માટો કોઇ ફૂટપાથ જ નહીં બચે તો અમે પોતાના બાળકોને શું કહીશું?'

BMCએ કરી સ્પષ્ટતા

બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તરફથી હાજર રહેલા સીનિયર વકીલ એસયુ કામદારે જણાવ્યું હતું કે, આવા વિક્રેતાઓ અને ફેરીવાલાઓ વિરૂદ્ધ સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તેઓ ફરી પાછા આવી જાય છે. તેમણે કહ્યું કે BMC અંડરગ્રાઉન્ડ માર્કેટના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે. કોર્ટમાં હવે આ મામલે 22 જુલાઇએ વધુ સુનાવણી હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો