આતંકી હાફિજ સઈદના પુત્રે લાહોરમાં ભારત વિરુદ્ધ આપ્યું ભડકાઉ ભાષણ, પિતાની મુક્તિના લગાવ્યા નારા
26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબા (એલઈટી) ના આતંકી હાફિ

26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબા (એલઈટી) ના આતંકી હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદે પાકિસ્તાનના તથાકથિત 'કાશ્મીર એકતા દિવસ' એટલે કે 5 ફેબ્રુઆરીએ લાહોરમાં એક રેલીમાં ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું. સભાને સંબોધિત કરતાં તલ્હા સઈદે કોઈ પણ કિંમતે કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવાના સોગંધ ખાધા. આ દરમિયાન ભીડે જેલમાં બંધ તેના પિતાની મુક્તિની માગ કરતાં નારા લગાવ્યા.
પોતાના ભાષણ દરમિયાન આતંકીના પુત્ર તલ્હા સઈદે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ અપશબ્દ કહ્યાં. તેણે લશ્કર-એ-તૈયબાને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાને પણ ફગાવી દીધું અને દાવો કર્યો કે, આ તેના પિતાને બદનામ કરવા માટે મોદીનો પ્રચાર માત્ર છે.
તલ્હા સઈદે એ પણ માગ કરી કે, પાકિસ્તાની સરકાર પોતાની નીતિની સમીક્ષા કરે અને હાફિઝ સઈદને જેલથી મુક્ત કરે. તેણે કહ્યું કે હાફિઝ સઈદ દોષી નથી તો તે જેલમાં કષ્ટ કેમ સહન કરે. ભીડ અને મંચ પર હાજર લોકોએ જમાત-ઉદ-દાવા (JuD) ના સંસ્થાપક આતંકી સઈદના સમર્થનમાં નારા લગાવતાં તેની માગને બેવડી.
હાફિઝ સઈદના આતંકવાદી સંબંધ અને વૈશ્વિક પ્રતિબંધ
લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા (JuD) નો સંસ્થાપક હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલા સહિત ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાનું આયોજન કરવામાં એક મુખ્ય આતંકવાદી રહ્યો છે. તેણે પાકિસ્તાનમાં ઘણા આતંકી ફંડિગ મામલે 78 વર્ષની જેલની સજા સંભળાવી હતી. સાથે જ 2022માં 31 વર્ષની વધુ સજા સંભળાવી.
2012 માં સંયુક્ત રાજ્ય અમેરિકાએ સઈદની ધરપકડ માટે માહિતી આપવા માટે 10 મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી હતી. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર બંનેએ લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાને આતંકવાદી સંગઠન જાહેર કર્યા છે અને તેના સંચાલન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
2024ની ચૂંટણીમાં તલ્હા સઈદની રાજકીય નિષ્ફળતા
વૈશ્વિક દબાણ છતાં પાકિસ્તાને ચરમપંથી તત્વોને મંચ આપવાનું ચાલુ રાખ્યું છે. 2024ની પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં તલહા સઈદે હાફિઝ સઈદ દ્વારા સમર્થિત પાર્ટી પાકિસ્તાન મરકજી મુસ્લિમ લીગ (PMML) હેઠળ લાહોરના NA-122 મત વિસ્તારથી ચૂંટણી લડી. જોકે, તેને અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો. તેને માત્ર 2,041 મત મળ્યા અને તે છઠ્ઠા સ્થાન પર રહ્યો. આ બેઠક સ્વતંત્ર ઉમેદવાર લતીફ ખોસાએ જીતી, જેમને 117,109 વોટ મળ્યા.







