મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ડિજિટલ ઇન્ડિયામાં ઓનલાઇન એરેસ્ટનો આતંક: બ્યૂરોક્રેટ્સ, જજ, બિઝનેસમેન પણ બન્યા ભોગ; એક જ વર્ષમાં 6000 ફરિયાદ

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ડિજિટલ એરેસ્ટ અને સાઇબર ફ્રોડ સાથે જોડાયેલા મામલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ખુદ વડાપ્

ડિજિટલ ઇન્ડિયામાં ઓનલાઇન એરેસ્ટનો આતંક: બ્યૂરોક્રેટ્સ, જજ, બિઝનેસમેન પણ બન્યા ભોગ; એક જ વર્ષમાં 6000 ફરિયાદ

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ડિજિટલ એરેસ્ટ અને સાઇબર ફ્રોડ સાથે જોડાયેલા મામલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ડિજિટલ એરેસ્ટથી બચવાની સલાહ આપી છે. એવામાં હવે ગૃહમંત્રાલયે આ પ્રકારના કેસોને પહોંચી વળવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. આ કમિટીની દેખરેખ ગૃહ સચિવ દ્વારા કરવામાં આવશે. મંત્રાલયના 14સી તરીકે જાણીતા સાઇબર કોઓર્ડિનેશન સેન્ટરે દેશના તમામ રાજ્યોની પોલીસને આ કમિટી અંગે જાણકારી આપી છે.   

ડિજિટલ એરેસ્ટની 6000થી વધુ ફરિયાદ

આ વર્ષે અત્યાર સુધીમાં ડિજિટલ અરેસ્ટની કુલ 6000થી વધુ ફરિયાદો દાખલ થઇ છે. મંત્રાલયના 14સી સેન્ટરે 6 લાખ મોબાઇલ નંબર બ્લોક કર્યા છે. આ તમામ નંબર વિવિધ ડિજિટલ સ્કેમ સાથે સંકળાયેલા છે. સાઇબરક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે આશરે 709 જેટલી મોબાઇલ એપ્લિકેશન પણ બ્લોક કરી છે. સાઇબર ફ્રોડ સાથે સંકળાયેલા 3.25 લાખ ફેક બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવાનો પ્રશાસને આદેશ આપ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા (સીઇઆરટી-ઇન) દ્વારા ઓનલાઇન સ્કેમમાં ઉપયોગમાં લેવાતા એક ડઝનથી વધુ પ્રકારના સ્કેમની યાદી જાહેર કરી હતી જેમાં ડિજિટલ અરેસ્ટનો પણ સમાવેશ થાય છે. 

દરમિયાન એક મીડિયા ગુ્રપ દ્વારા ડિજિટલ અરેસ્ટ સહિતના ઓનલાઇન સ્કેમ કરનારાને લઇને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં દાવો કરાયો છે કે સ્કેમર્સ ખુદને દિલ્હી પોલીસ તરીકે ઓળખાવીને લોકોને લૂંટી રહ્યા છે. આવા જ એક સ્કેમરે આશરે 6000થી વધુ ભારતીયોની સાથે છેતરપિંડી કરી હતી. સ્કેમરે ઉપર પોલીસનો ડુપ્લિકેટ શર્ટ પહેર્યો છે જ્યારે નીચે પાયજામો પહેરેલો જોવા મળ્યો હતો. આ સમગ્ર સ્કેમની તસવીરો પણ સામે આવી છે.આ નકલી પોલીસ અધિકારી પોતે દિલ્હી પોલીસમાં હોવાનું કહીને લોકોને ધમકાવતો ઝડપાયો હતો. પીડિતોને નકલી સમન્સ આપવામાં આવે છે જે બાદ તેમની પાસેથી કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવે છે. 

બ્યૂરોક્રેટ્સ, જજ, બિઝનેસમેન પણ બન્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ

આ સાઇબર ફ્રોડમાં હાઇ-પ્રોફાઇલ પ્રોફેશનલ્સ, બ્યૂરોક્રેટ્સ, જજ, બિઝનેસમેન ઉપરાંત સૈન્યના અધિકારીઓને પણ નિશાન બનાવવામાં આવી ચુક્યા છે. આ સ્કેમમાં સ્કેમર્સ પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે આપે છે. કોઇ તપાસ એજન્સી સાથે સંકળાયેલો અધિકારી હોવાનો દાવો કરે છે બાદમાં સામેવાળી વ્યક્તિને ધાક ધમકી આપીને તેમની પાસેથી બેંક સહિતની તમામ માહિતી કઢાવી લે છે. ડિજિટલ અરેસ્ટ માટે વોટ્સએપ કે અન્ય એપ્લિકેશન પર વીડિયો કોલ કરવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો