અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની જમીન પરત કરશે તાલિબાન, ભારતે કર્યા વખાણ
છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલ તાલિબાન ભારત સાથે સંબંધો

છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં શાસન કરી રહેલ તાલિબાન ભારત સાથે સંબંધો સુધારવાની દિશામાં સતત પહેલ કરી રહ્યું છે. તાજેતરની પહેલ મુજબ, તાલિબાન અધિકારીઓએ અફઘાનિસ્તાન સ્થિત હિન્દુ અને શીખ લઘુમતીઓને તેમની જમીન પરત કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. પશ્ચિમી દેશો દ્વારા સમર્થિત અગાઉની સરકાર દરમિયાન તેમની જમીન તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી.
આ બાબતે તાલિબાનના એક અધિકારીએ કહ્યું, “આ પહેલ અફઘાનિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.” અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી હિંદુઓ અને શીખો વિસ્થાપિત થઈ રહ્યા છે. ત્યાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.
ભારતીય અધિકારીઓ આ ઘટનાક્રમને તાલિબાન તરફથી ભારત તરફના સકારાત્મક સંકેત તરીકે જુએ છે. હિન્દુ અને શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા સંસદના સભ્ય નરેન્દ્ર સિંહ ખાલસા તાજેતરમાં કેનેડાથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે.
ભારતમાં CAA
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ વિદેશી ધરતી પર દબાયેલા આવા લઘુમતીઓને નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કર્યો છે. આ બિલ સંસદમાં ઘણા સમય પહેલા પસાર થઈ ચૂક્યું છે. દેશભરમાં તેના વિરોધ બાદ અમલમાં મુકવામાં આવ્યું ન હતું. જોકે, લોકસભાની ચૂંટણી પહેલા જ તેનો અમલ કરવામાં આવ્યો છે.
CAA દ્વારા વિદેશી દેશો, ખાસ કરીને પડોશી દેશોના ધાર્મિક લઘુમતીઓ (હિંદુ, શીખ, ખ્રિસ્તી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.








