સ્વાતિ માલીવાલે કેજરીવાલના PA પર માર મારવાનો લગાવ્યો આરોપ, ભાજપે ઉઠાવ્યા સવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવ

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના PA પર મારપીટનો આરોપ લગાવ્યો છે. સવારે 9 વાગ્યે સીએમ આવાસથી માલીવાલે પીસીઆરને કોલ કર્યો હતો. કોલ બાદ દિલ્હી પોલીસ મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી.
દિલ્હી પોલીસ અનુસાર, દિલ્હી સીએમ આવાસની અંદરથી સોમવાર સવારે 9 વાગ્યે દિલ્હી પોલીસને એક કોલ કરવામાં આવ્યો હતો. કોલ કરનારાએ જણાવ્યું કે તે સ્વાતિ માલીવાલ બોલી રહી છે, તેને સીએમ આવાસની અંદર મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ મુખ્યમંત્રી કેજરીવાલના પીએ વૈભવ કુમાર પર લગાવવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો સ્વાતી માલીવાલ મળી નહતી. પ્રોટોકોલ હેઠળ દિલ્હી પોલીસ સીએમ હાઉસની અંદર ના જઇ શકે.
ભાજપે ઉઠાવ્યા સવાલ
ભાજપના કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ઘેરાબંધી કરવાનું શરૂ કર્યું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ લખ્યુ, 'આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રીના PAએ તેમના પર પ્રહાર કર્યા છે.








