'ભયાનક ચુકાદા માટે ભગવાનને જવાબદાર ઠેરવ્યા', સ્વરા ભાસ્કરે CJI પર કર્યો કટાક્ષ
બોલિવૂડ એક્ટ્રેસે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ પર પ્રશ્ન ઊભા કર્યાં છે. સ્વરા ભાસ્

બોલિવૂડ એક્ટ્રેસે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ પર પ્રશ્ન ઊભા કર્યાં છે. સ્વરા ભાસ્કરે નામ લીધા વિના અયોધ્યા રામ મંદિરને લઈને આપવામાં આવેલા ચુકાદાને ભયાનક કહ્યો હતો. સાથે જ કહ્યું કે, દેશના ટોચના ન્યાયાધીશે ભગવાનને જવાબદાર ઠેરવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ દ્વારા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના સમાધાન માટે ઈશ્વરને પ્રાર્થના કરી તેવા નિવેદન પર સ્વરા ભાસ્કરે આ નિવેદન આપ્યું હતું.
ભાસ્કરે લખ્યું, 'દેશના ટોચના ન્યાયાધીશ પોતાના ભયાનક ચુકાદા માટે ભગવાનને જવાબદાર ગણાવવા કેટલું સહજ પગલું હતું.' આ પહેલાં શિવસેના (UBT) પણ CJIની વાત પર સવાલ ઊભા કરી ચુકી છે.
શું બોલી ઉદ્ધવ સેના?
પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં લખ્યું, '...શું ન્યાય કાયદા દ્વારા, બંધારણની ધારાઓ અનુસાર કરવામાં આવે છે? ન્યાયાધીશોએ હવે આ વિશે પોતપોતાના ભગવાનને પૂછવું જોઈએ. ચંદ્રચુડ સાહેબે આ રસ્તો બતાવ્યો છે. ચીફ જસ્ટિસ કહે છે, જ્યારે બાબરી કેસ, અયોધ્યામાં રામ મંદિરનો મામલો મારી સામે આવ્યો તો હું ભગવાન સામે બેઠો. મેં ભગવાનને આ મામલો ઉકેલવાની પ્રાર્થના કરી. મેં ભગવાનને કહ્યું, હવે તમે જ કોઈ સમાધાન કાઢજો. ચીફ જસ્ટિસલ કયાં ભગવાન સામે પ્રાર્થના કરવા બેઠા? વિષ્ણુના તેરમાં કે ચૌદમાં અવતાર સામે? સમાધાન બાદ અયોધ્યામાં પામ મંદિર તો ઊભું થઈ ગયું, પરંતુ એ નક્કી છે કે, લોકસભા ચૂંટણીમાં તેરમાં અવતારથી મંદિરના ભગવાન શ્રી રામ ખુશ નથી. કોર્ટે આસ્થાના મામલે ન પડવું જોઈએ. અહીં કાયદાની જોગવાઈ અપ્રભાવી થઈ જાય છે.'
શું બોલ્યા હતાં CJI?
ગત અઠવાડિયે CJI ચંદ્રચુડ પુણેમાં ખેડ તાલુકામાં પોતાના પૈતૃક ગામ કન્હેરસર પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ કહ્યું, 'હંમેશા અમારી પાસે કેસ (ચુકાદા માટે) આવે છે, પરંતુ અમે સમાધાન પર નથી પહોંચી શકતાં. અયોધ્યા (રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ) દરમિયાન પણ કંઈક આવું જ થયું હતું, જે ત્રણ મહિના સુધી મારી સામે હતો. હું ઈશ્વરની સામે બેઠો અને તેમને કહ્યું કે, આનું સમાધાન શોધવું પડશે. મારો વિશ્વાસ કરો, જો તમને વિશ્વાસ છે તો ઈશ્વર હંમેશા કોઈ રસ્તો નીકાળી દેશે.'
ચુકાદો
નવેમ્બર 2019માં આપવામાં આવેલા આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેન્ચની આગેવાની તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈ કરી રહ્યા હતાં. કોર્ટે દાયકાઓ જૂના કેસ પર વિરામ મૂકતા રામ મંદિર બનાવવાનો ચુકાદો સંભળાવ્યો હતો. અયોધ્યામાં વૈકલ્પિક પાંચ એકરના ભૂખંડ પર મસ્જિદ બનાવવાની પણ વાત કરવામાં આવી હતી.








