IVFના નામે સરોગસી સ્કેમ, દંપતીઓ પાસે ટ્રીટમેન્ટના નામે લાખો રુપિયા વસૂલાતા
હૈદરાબાદમાં ડીએનએ ટેસ્ટ કરાવવાની સાથે સરોગસી સ્કેમનો ભાંડો ફૂટ્યો છે. વાસ્તવમાં આ આઈવીએફ એટલે કે ફર્ટિલિટી સેન્ટર સરોગસી ક

હૈદરાબાદમાં ડીએનએ ટેસ્ટ કરાવવાની સાથે સરોગસી સ્કેમનો ભાંડો ફૂટ્યો છે. વાસ્તવમાં આ આઈવીએફ એટલે કે ફર્ટિલિટી સેન્ટર સરોગસી કરાવતું જ ન હતું એવો પર્દાફાશ થયો છે. ફક્ત ગરીબ નવજાત શિશુઓને ફરીદતું હતું અને આઈવીએફ કરાવવા માટે આવેલા નિઃસંતાન દંપતીઓને તેમનું જ સંતાન છે તેમ કહીને વેચી દેતુ હતુ. બદલામાં 35-35 લાખ રુપિયા જેવી જંગી રકમ વસૂલતું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ફર્ટિલિટી સેન્ટરમાં આઈવીએફ માટે આવેલા દંપતીઓને સરોગસી માટે માનવામાં આવતા હતા. તેમને વિશ્વાસ અપાવવામાં આવતો હતો કે જન્મનારું બાળક જૈવિક રીતે તેમનું જ હશે. તેના પછી દંપતી પાસેથી 35 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. તેમાં મુખ્ય આરોપી યુનિવર્સલ સૃષ્ટિ ફર્ટિલિટી સેન્ટરની ડૉક્ટર અથાલુરી નમ્રતા છે. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક દંપતીએ ગોપાલપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેમના જણાવ્યા મુજબ સૃષ્ટિ ટેસ્ ટ્યુબ સેન્ટરમાં સરોગસી પછી તેમણે જે સંતાનને જન્મ આપ્યો હતો તેના ડીએનએ તેમની સાથે મેચ થતાં નથી. દંપતીએ એવો પણ આરોપ મૂક્યો હતો કે સરોગસી માટે તેમની પાસેથી 35 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.




