પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા અંગે સંસદમાં અસદુદ્દીન ઓવૈસીએ કરી આ વાત, કહ્યું- 'વડાપ્રધાન તો...'
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગૃહમાં શરૂઆતના હોબાળા બાદ હવે 16 કલાકની ચર્ચા શરૂ થઈ છે, જે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શરૂ કરી હતી અને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને કેવી રીતે ઘૂંટણિયે પડવા મજબૂર કરી હતી. આ પછી શાસક પક્ષ અને વિપક્ષના સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા. આ દરમિયાન, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક તરફ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી, પરંતુ બીજી તરફ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર પ્રશ્નો ઉઠાવ્યા.
પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ રમવા જઈ રહ્યા છીએ. હું આ સહન કરી શકતો નથી: ઓવૈસી
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સેનાએ પાકિસ્તાનને બહાદુરીથી જવાબ આપ્યો. સેનાએ બહાદુરી બતાવી. આપણા વડા પ્રધાને કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. જો લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી, તો પછી આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ રમવા જઈ રહ્યા છીએ. હું આ સહન કરી શકતો નથી.




