Video: એન્જિન ખરાબ થવાના આરોપો બાદ કેરળના પેટ્રોલ પંપો પર સરપ્રાઇઝ લેબ ટેસ્ટિંગ શરૂ

સોર્સ: gstv

કેરળ સરકારે રાજ્યભરના પેટ્રોલ પંપો પર સરપ્રાઇઝ ચેકિંગ અને પેટ્રોલના રેન્ડમ સેમ્પલની લેબ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ કામગીરીનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે ઈંધણમાં ઈથેનોલનું મિશ્રણ કાયદાકીય રીતે નક્કી કરાયેલી ૨૦ ટકાની મર્યાદા કરતાં વધી તો નથી રહ્યું ને. નાગરિક પુરવઠા વિભાગની આ કડક કાર્યવાહી પડોશી રાજ્ય કર્ણાટકના કોંગ્રેસ સરકારના મંત્રીઓના આરોપો બાદ શરૂ થઈ છે, જેમાં દાવો કરાયો હતો કે પેટ્રોલમાં વધુ પડતું ઈથેનોલ ભેળવવાથી વાહનોના એન્જિન બગડી રહ્યા છે અને માઇલેજ ઘટી રહી છે. આદેશ મળતા જ કોચી સહિત રાજ્યભરમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એર્નાકુલમના ચેમ્બુમુક્કુ સ્થિત IOCL પંપ પરથી પણ છ સેમ્પલ લેવાયા છે. નાગરિક પુરવઠા અધિકારી મુજબ, ઈથેનોલની માત્રા ચકાસવા સેમ્પલ લેબમાં મોકલાયા છે અને હાલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત