Video: 40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળીઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાકર્મીઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે જવાનોને સંબોધિત કરતા કહ્યું કે તેમના સાહસ, સમર્પણ અને બલિદાનના કારણે નક્સલવાદનો અંત આવ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ 2026ની દિવાળી દેશ માટે ખાસ છે, કારણ કે ભારતે નક્સલવાદ અને માઓવાદી આતંક સામેની દાયકાઓ જૂની લડાઈમાં સફળતા મેળવી છે. તેમના જણાવ્યા મુજબ આ પહેલી દિવાળી છે જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થયો છે અને કરોડો દેશવાસીઓ નક્સલવાદના ભયમાંથી બહાર આવ્યા છે. એક સમયે નક્સલવાદથી પ્રભાવિત રહેલા બસ્તારમાં હવે વિકાસની નવી લહેર શરૂ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
જાહેરાત







