Video: અનુકૂળ હવામાન વચ્ચે શિકારા સફરનો આનંદ માણતા સૈલાણીઓ, પ્રવાસન ઉદ્યોગને મળ્યું નવું બળ.

ધરતી પરના સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હાલ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દાલ સરોવરના ખુશનુમા હવામાન અને મનોરમ્ય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં સૈલાણીઓ શિકારાની સફરનો આનંદ ઉઠાવી રહ્યા છે. કુદરતી સૌંદર્યથી આચ્છાદિત આ તળાવમાં રંગબેરંગી શિકારા અને પહાડોની મનમોહક પૃષ્ઠભૂમિ પ્રવાસીઓને આકર્ષિત કરી રહી છે. સ્થાનિક વેપારીઓ અને શિકારા ચાલકોના જણાવ્યા મુજબ હવામાન સાનુકૂળ બનતા પ્રવાસન ઉદ્યોગને નવું બળ મળ્યું છે. શ્રીનગર પહોંચેલા સૈલાણીઓ અહીંના શાંત અને સુંદર વાતાવરણની પ્રશંસા કરતા થાકતા નથી.
જાહેરાત






